________________ આદર્શ મુનિ. 319 (7) મેઢસિંહજી વીલને ડરણેની હત્યા કરવાનું, તથા તેમનું માંસ ભક્ષણ કરવાનું તથા જળચર પ્રાણુઓની હિંસા તથા ભક્ષણ કરવાનું છોડી દીધું (8) પૃથ્વીસિંહજી રાણાવતે હરણનો શિકાર કરવાને તથા તેમનું માંસ ભક્ષણ કરવાને ત્યાગ કર્યો. | (9) ધાભાઈ ચતુર્ભુજજીએ કેઈપણ નિરપરાધી પ્રાણએને વિના વાંકે ન મારવાના તથા કેઈપણ પ્રકારના શારીરિક સુખ માટે હત્યા ન કરવાના તથા તેમનું માંસ ભક્ષણ ન કરવાના શપથ લીધા. સાથે સાથે તે દિવસથી કોઈની પણ જૂઠી સાક્ષી ન પૂરવાની પ્રતિજ્ઞા કરી. (10) બારી ખમજીએ મૃગોને મારવાને તથા તેમને ખાવાનો, તથા અન્ય જીવજંતુઓ જે નિરપરાધી હોય તેમની હત્યા કરવાનો તથા સાબર મારવાનો અને તેના માંસ ભક્ષણને પરિત્યાગ કર્યો. એજ મુજબ ખાજરૂ તથા પાડાને વધ કરવાની પ્રતિજ્ઞા કરી. (11) સવાર દૈલતસિંહજીએ પક્ષીઓનો શિકાર કરવાનું તથા તેમનું માંસ ભક્ષણ કરવાનું, માછલીઓને મારવાનું તથા તેમને ખાવાનું, મૃગેને મારવાનું તથા ખાવાનું અને ખાજરૂ તથા પાડાને વધ કરવાનું ત્યજી દીધું. . (12) બારી હરનાથે પંખેરૂ, મૃગે, તથા બકરાઓને વધ કરવા તથા તેમનાં માંસ ભક્ષણને ત્યાગ કર્યો. (13) રૂક્શા હજુરીએ માદાઓને તથા હરણને ન મારવાના તથા તેમનું માંસ ભક્ષણ ન કરવાના સેગન લીધા.