________________ 318 > આદર્શ યુનિ. (1) સેનગરા ખુમાનસિંગજીએ શરાબ પીવાનો ત્યાગ કર્યો, તથા વૈશાખ માસમાં શિકાર કરવાનું તથા માંસ ભક્ષણ કરવાનું છોડી દીધું. જીવનપર્યત જળચર પ્રાણીઓને શિકાર કરવાને તથા તેમનું માંસ ભક્ષણ કરવાને ત્યાગ કર્યો. તથા બાજરૂ અને પાડાને વધ કરવાનો પરિત્યાગ કર્યો. (2) કેસરીસિંહજી ચૌહાણે વૈશાખ માસમાં શિકાર કરવાને તથા માંસ ભક્ષણ કરવાને જીવનપર્યત પક્ષીઓને તથા જળજંતુઓને મારવાને તથા તેમનું માંસ ભક્ષણ કરવાને તથા ખાજરૂ અને પાડાને વધ ઈત્યાદિ હિંસાત્મક કર્મોનો ત્યાગ કર્યો. - (3) નવલસિંહજી ચૌહાણે પક્ષીઓની તથા અન્ય જીવજંતુઓની હિંસા કરવાને તથા તેમનું માંસ ભક્ષણ કરવાને તથા હરણને શિકાર કરવાને અને તેના માંસ ભક્ષણને સર્વથા પરિત્યાગ કર્યો. (4) ખુમાનસિંહજી રાજાવતે પક્ષીઓના શિકાર કરવાનું, માછલાંઓને મારવાનું, હરણની હત્યા કરવાનું, તથા ખાજરૂ અને પાડાના પ્રાણ હરણ કરવાનું છોડી દીધું. સાથે સાથે આ સઘળાં પ્રાણીઓના માંસ ભક્ષણને પણ પરીયાગ કર્યો. (5) ચૈહાણ માધેસિંહજીએ માછલીઓને મારવા સિવાય નં. (4) ની માફક ત્યાગ કર્યો. (6) ચિહાણ માનસિંહજીએ સર્વ પ્રકારનાં જીવજંતુઓની રક્ષા કરવાનો દઢ સંકલ્પ કરી સેગન ખાધા, કે આજથી હું કદાપિ કેઈપણ જળચર પ્રાણીની હત્યા કરીશ નહિ, અગર તે તેમનું માંસ ભક્ષણ કરીશ નહિ. તથા વૈશાખ માસમાં હરણને શિકર તથા તેનું માંસ ભક્ષણ કરીશ નહિ.