________________ -- આદર્શ મુનિ. શ્રેતૃવગ વારંવાર જાણે આનંદનાં સરોવરમાં ડુબકી મારતે હોય તે અનુભવ થતો હતે. તે પ્રસંગે અનેક ભાઈઓ તેમજ બહેને એ કેટલાય સ્કંધ કરવાની બાધા લીધી હતી. ઉપરાંત ત્યાગ અને તપસ્યાઓ પણ તે દિવસ ઘણી થઇ હતી. સેંકડો બકરાંઓ તેમજ બીજાં મૂગાં તથા નિરપરાધી પ્રાણીઓને અભયદાન આપવાનાં વચને મળ્યાં. મહારાજશ્રીનું ભાષણ પૂરું થઈ ગયા પછી જોધપુરની શ્રમણોપાસક મંડળીના સભાસદ શ્રીયુત કુશલરાજજી છાજેડે ઘણે ચિત્તાકર્ષક સ્વરે બે ભજનો સંભળાવ્યાં હતાં. ત્યારપછી જાવરા નિવાસી શ્રીમાન શેડ સિભાગ્યમલજીએ એક પ્રભાવશાલી વ્યાખ્યાન આપ્યું હતું. ત્યારબાદ આગ્રાના જૈન અનાથાલયને આર્થિક સહાયતા આપવા વિષે શ્રી મસ્તરામજીએ નમ્ર પણ સચોટ અપીલ કરી હતી. જેના પરિણામે હાજર રહેલા મનુષ્યો તરફથી રૂ. પ૦૦)ની મદદ મળી હતી. ઉપરાંત ખ્યાવર નિવાસી ઓનરરી મેજીસ્ટ્રેટ દાનવીર શ્રીમા શેઠ કુંદનમલજીએ અનાથ બાલકનાં પાલન-પોષણ માટે ચાર મહીના સુધી બધે ખર્ચ પિતાની તરફથી આપવાનું વચન આપ્યું. શ્રીમાન શેઠની આ ઉદારતા અને દાનશીલતાની હાજર રહેલા વગે ભારે તારીફ કરી હતી. આ તપસ્વીનાં પારણાના દિવસે દાનવીર શેઠ કુંદનમલજી સાહેબે 101 બકરાંઓને અભયદાન અપાવવાનું વચન આપ્યું હતું. ઉપરાંત શ્રીસંઘતરફથી લૂલાં, લંગડાં, અનાથ-નિરાધારોને તેમજ દીન, દુ:ખીઓને ભોજન પણ કરાવવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં જે કે મહારાજશ્રીનાં કેટલાંક વ્યાખ્યાન થઈ ચૂક્યાં હતાં અને થનાર પણ હતાં, પરંતુ જ્યારથી