________________ આદર્શ મુનિ મહારાજશ્રીની ધારાપ્રવાહી અને ઓજસ્વી વાણી દ્વારા થતાં ભાષણ સાંભળવા માટે મનુષ્યસંખ્યા ઉત્તરોત્તર વધતી ચાલી, પરિણામે શ્રાવક અને શ્રાવિકાઓની ધર્મભાવનાની વૃદ્ધિ થતી આવી. આપણા ચરિત્રનાયકની પાસે રહેતા તપસ્વી મયાચંદજી મહારાજે 37 દિવસના ઉપવાસ માત્ર ગરમ પાણીના આધારે જ પૂરા કર્યા હતા, તેની પૂર્ણાહુતિ ભાદરવા સુદ 10 ને રોજ થનાર હતી. સ્થાનિક શ્રીસંઘ તરફથી આ બાબતની સૂચના વર્તમાનપત્રો તેમજ ખાસ આમંત્રણ પત્રિકાઓ દ્વારા દરેક ગામ તથા શહેરમાં પહોંચાડવાને પૂરતો બંદોબસ્ત કરવામાં આવ્યા હતા. તપસ્યાની પૂર્ણાહુતિના બે દિવસ પૂર્વે આસપાસના અનેક ગામેના તથા શહેરના લગભગ 1500 થી 1700 જેટલી સંખ્યામાં શ્રાવક શ્રાવિકાઓ એ ઉત્સવમાં સામેલ થવા માટે આવી પહોંચ્યા હતા. તપસ્યાની પૂર્ણાહુતિના દિવસે “શ્રી જૈન વીર મંડળે સભામંડપના દરેક ભાગને સુભાષિતોનાં વાક્ય વડે સુંદર રીતે શણગારવામાં આવ્યું હતો. તે દિવસે સવારના સાત વાગ્યાથી માણસેનાં ટેળે ટોળાં મહારાજશ્રીનું વ્યાખ્યાન તેમજ તપસ્વીજીનાં દર્શન માટે આવવા લાગ્યાં. કદાચિત્ જનસમૂહ સભામંડપમાં દાખલ થતાંની સાથેજ જે એમને એમજ–અવ્યવસ્થિતપણે બેસી ગયા હતા તે, સભામંડપ માટે નિરધારેલી જગ્યા કરતાં ચારગણી મટી જગ્યા તેને માટે પૂરતી ન થઈ પડત, પરંતુ તે દિવસે શ્રી જૈન વીરમંડળના સ્વયંસેવક દળે શાન્તિપૂર્વક પણ બહુ સુન્દર પ્રબંધ અગાઉથી જ કર્યો હતો. તે દિવસે આપણુ ચરિત્રનાયકનું ‘તપસ્યાનું મહત્વ વિષય પર સુલલિત અને ઓજસ્વી ભાષામાં ભાષણ થયું. હતું. જેને સાંભળતે