________________ 290 > આદર્શ મુનિ સાદડીના શ્રીસંઘે મહારાજશ્રીની અતિ સુંદર ભકતી કરી હતી આવેલા સજ્જનેનું પણ તન, મન અને ધનથી ઉચિત આતિથ્ય કર્યું હતું. અહિંને શ્રીસંઘ ઘણો ધર્મપ્રીય અને ભકિતભાવપૂર્ણ છે. શ્રીસંઘે આપણું ચરિત્રનાયકનું જીવનચરિત્ર હિંદી ભાષામાં તૈયાર કરાવવામાં ઘણા ઉત્સાહપૂર્વક સહાયતા દીધી હતી. પર્યુષણ પર્વના દિવસે ફતેહપુરાના ઠાકોર સાહેબે પણ ઉપદેશ સાંભળવાનો લાભ લીધો હતો. આ પ્રસંગે કેટલાય જૈનેત્તર લેકેએ ઉપવાસ વગેરે તપસ્યા કરી હતી. ઉપરાંત તમાકુ, પાન, મદિરા પાન અને માંસ ભક્ષણનો પણ ત્યાગ કર્યો હતે. તા. ૧પ-૧૦-૨૪ને રેજ શ્રીમાન બૂસી (મારવાડ) ને ઠાકરસાહેબ વ્યાખ્યાન સાંભળવા માટે પધાર્યા હતા, તેમણે મહારાજશ્રીના ઉપદેશથી નીચે મુજબ પ્રતિજ્ઞાઓ કરી હતી:– (1) હરણ અને પક્ષીને શિકાર કરે નહિ. (2) એક મહીનામાં 10 દિવસ બીલકુલ શિકાર કરવા નહિ. તેમની સાથે એક બીજા ગૃહસ્થ હતા, તેમણે પણ હરણને શિકાર નહિ કરવાની પ્રતિજ્ઞા કરી હતી. ' લગભગ ચાતુર્માસ પૂરું થયા પછી ચરિત્રનાયકજીએ સાદડીના લેકને વ્યાખ્યાનરૂપ અમૃત રસપાનનાં તરસ્યાં રાખીને નેજ “વાલી તરફ વિહાર કર્યો. ત્યાં વેતાંબર સ્થાનકવાસી જૈન ઘણાં શેડાં ઘરે છે; મહારાજશ્રીનાં જાહેર વ્યાખ્યાનમાં તે મેટે સમૂહ એકત્ર થતા હતા. શ્રીમાન પન્નાલાલજી બી. એ. હકિમસાહેબ, શ્રીમાન રામસરૂપજી બી. એ. એલ. એલ. બી.