________________ આદર્શ મુનિ - આ ચાતુર્માસમાં ખાસ નોંધવા યોગ્ય જે બાબત છે તે મુનિશ્રી મયાચંદજી મહારાજે કરેલી 36 દિવસની તપસ્થાને લગતી છે. આ તપ તેમણે માત્ર ગરમ પાણી ઉપર નિર્ભર રહીને પૂરું કર્યું હતું. તપયા શ્રાવણ શુદ 8 થી શરૂ થઈ હતી. વર્તમાનપત્ર દ્વારા તેમજ ખાસ આમંત્ર પત્રિકાઓ દ્વારા સાદડી શ્રીસંઘે તપસ્યાને લગતા સમાચાર મેકલવાનો પ્રબંધ કર્યો હતો. બરાબર તપની પૂર્ણહતિના બે દિવસ અગાઉ છેક દૂર દૂરથી મનુષ્ય દર્શનાર્થે આવતા હતા. ઉપાશ્રયની બહારના ભાગમાં એક મેટે મંડપ વ્યાખ્યાન માટે બાંધવામાં આવ્યા હતા. તપસ્યાની પૂર્ણાહુતિના દિવસે સૈથી પહેલાં મહારાજશ્રીના સાહિત્ય પ્રેમી શિષ્ય પં. મુનિશ્રી પ્યારચંદજી મહારાજે “પ્રેમ”ના વિષય ઉપર એક વ્યાખ્યાન આપ્યું હતું. ત્યાર પછી ચરિત્રનાયકનું વ્યાખ્યાન થયું હતું. તેથી શ્રેતૃવર્ગ ઘણે ખુશી થયા હતા. લેકે પરસ્પર કહેવા લાગ્યા કે જીવનમાં આ આનંદ કદિ પણ અનુભવ્યું નહોતું આ ઉત્સવ પ્રસંગે રતલામ, જાવરા, મંદર, જોધપુર અને ખ્યાવર વગેરે અનેક શહેરોના લગભગ 600 ઉપરાંત માણસો એકત્ર થયા હતા. પૂરના દિવસે આણંદજી કલ્યાણજીની પેઢીના મુનીમજી શ્રી ભગવાનલાલ ધારસી વગેરે લેકે પણ આવ્યા હતા. તે દિવસે સ્થાનકવાસી ભાઈઓની દુકાને તે જે કે બંધ હતી, પરંતુ મંદિરમાગ ભાઈઓએ પણ પિતાનાં કામકાજ બંધ રાખ્યાં હતાં. તે દિવસે લગભગ રૂ. 1200 બારસે રૂપીયાના જીવો છેડવવામાં આવ્યા હતા. ગરીબને મીઠાઈ તથા કપડાં વહેંચવામાં આવ્યાં હતાં.