________________ ^^ ^^ ^^^^^^^^^^^^^^^^ ^^^^^^^^^^^^^^^^^^^^^^ ^^^^^^^^^ ^ ^^. આદર્શ મુનિ 265 દાસજી મહારાજ વિરાજતા હતા. જાણે કે બંને એકજ સંપ્રદાયના અનુયાયી હોય તેમ તેમણે તેઓશ્રી તરફ અત્યંત પ્રેમ પ્રદશિત કર્યો. બીચ બજારમાં તેઓશ્રીએ વ્યાખ્યાન આપ્યું, જેની પ્રેરણાથી ત્યાં એક જૈન પાઠશાળાની સ્થાપના કરવામાં આવી. વૈશાખ વદ 5 ના પ્રાત:કાલે મહારાજશ્રીએ તરતનાજ જન્મેલા એક બાળકને કઈ મૂકી ગએલું પડેલું જોયું. બાળક ગામ બહાર ભૈરવજીના ચબૂતરા ઉપર પડયું પડયું ડચકાં ખાતું હતું. હાકેમ સાહેબે તેની તપાસ કરી. ત્યારબાદ વાળંદણ (ત્રાયજણ) મારફતે પેલા બાળકને મહારાજશ્રી જ્યાં વ્યાખ્યાન આપતા હતા ત્યાં લાવવામાં આવ્યું. તેને જોતાંજ વ્યાખ્યાનમાં તે બાબતનું અનુસંધાન કરવાનો આરંભ કર્યો. જ્યારે એમ ખાત્રી થઈ કે એ બાળક કઈ વિધવાને પેટે અવતરેલું છે, ત્યારે લોકોને સંબોધીને કહેવા લાગ્યા કે લે, જુઓ. આ દેશમાં કેવો અત્યાચાર ચાલી રહ્યા છે. ત્યારબાદ તેઓશ્રીએ “વિધવાનાં કર્તવ્ય” એ વિષય ઉપર કેટલાંક વ્યાખ્યાન આપ્યાં, જેમાં સ્પષ્ટ રીતે સમજાવ્યું કે પતિના અવસાન બાદ વિધવાનું કર્તવ્ય ધર્મથી પતિત થઈ પાપની વૃદ્ધિ કરવાનું નથી. પરંતુ પિતાના શીલ તથા ધર્મનું સંરક્ષણ કરી, જીવનને શેષકાળ પરમાત્મચિંતવનમાં વ્યતિત કરી, સદાચારપૂર્વક રહેવામાં છે. ત્યારબાદ યંગ્ય સમયે ત્યાંથી વિહાર કરી તેઓશ્રી કરેડા પધાર્યા. ત્યાંના રાજાસાહેબે વ્યાખ્યાન શ્રવણ કરી અત્યંત આનંદ પ્રગટ કર્યો. વળી ત્યાં રોકાવાને માટે પણ આગ્રહ કર્યો, છતાં સમયાભાવ હતો, તેથી માત્ર પાંચ દિવસ રોકાઈ ત્યાંથી વિહાર કરી તાલ પધાર્યા. ત્યાંના ઠાકોર સાહેબની