________________ > આદર્શ મુનિ. ^^^^^^^^^ ^^ ^^^ વ્યાખ્યાન મારા મહેલમાં પણ આપશે.” તે મુજબ મહેલમાં એક વ્યાખ્યાન આપ્યું, જે શ્રવણ કરવાને રાણીવાસમાંથી રાજમાતા, રાણીસાહેબ, તથા રાજકુંવરી આવ્યાં હતાં. ત્યાર બાદ રાજાસાહેબે મલમલનાં થાન પિતાના મહેલમાં વેરાવવાનો આગ્રહ કર્યો, ત્યારે મુનિ મહારાજે કહ્યું કે અમારે માટેની સર્વોત્તમ ભેટ એ છે કે આપ તરફથી દયા તથા ઉપકારનાં કાર્યો થાય. છતાં જ્યારે રાજાસાહેબે અત્યંત આગ્રહ કર્યો ત્યારે તેમાંથી ત્રણ ત્રણ હાથ વસ્ત્ર લીધું. ત્યાર પછી રાજાસાહેબે આવતા ચાતુર્માસ પિતાને ત્યાં કરવાની વિજ્ઞપ્તિ કરી. આ ચાતુર્માસને માટે સાદડીના નિમંત્રણનો સ્વીકાર કરી ચૂક્યા હતા, તેથી જેવો અવસર, એમ કહી તેઓશ્રી માંડલ પધાર્યા. માર્ગમાં બનેડા દરબારને દયાને લગતા ખરડો લઈને કારભારી આવ્યા, માંડલમાં મહારાજશ્રીના વ્યાખ્યાનથી પુષ્કળ ઉપકાર થયા. લેકેએ માંસ, મદિરા, તંબાકુ તથા ખોટી સાક્ષી પૂરવાને ત્યાગ કર્યો. આ ઉપરાંત બીજા પણ વિધવિધ ત્યાગ થયા. સૂર્યોદય થતાં તેઓએ ત્યાંથી વિહાર કર્યો. ત્યાંથી બાર પધાર્યા અને પછી બાબરાસ ગયા, ત્યાં રાજમહેલમાં વ્યાખ્યાન આપ્યું. પછીથી કેસિથલ પધાર્યા. ત્યાંના ઠાકોર સાહેબ શ્રીમાન પદ્ધસિંહજીના સુપુત્ર શ્રીમાન જવાનસિંહજીએ વ્યાખ્યાન શ્રવણ કર્યું અને કેટલાક ત્યાગ કર્યો તથા એક પટો (ખરડો) પણ આપ્યું. ત્યાર પછી મહારાજશ્રી રાયપુર પધાર્યા. ત્યાં પૂજ્યશ્રી એકલિંગ ખરડાની નકલ માટે જુઓ પરિશિષ્ટ પ્રકરણ. 2