________________ 58 > આદર્શ મુનિ આ સાંભળી કેટલેક વખત ત્યાં સ્મશાશાન્તિ પથરાઈ ગઈ. સઘળા ગંભીર વદને વિચારમાં પડી ગયાં. કેટલાક એમ કહેવા લાગ્યા કે આ વૈદ્ય તે ગપ્પીદાસ હોય એમ લાગે છે. આવું તો કંઈ થતું હશે ? છતાં ખેર. જોઈએ તે ખરા. આમ વિચારી કહ્યું કે વૈદ્યરાજ, ગુણસુંદરનાં શરીર માંથી આપ એક વખત રોગ કાઢી લે ત્યાર પછી આપ કહેશે તે વ્યક્તિ તેને લઈ લેશે. અમે સઘળાં આપની સન્મુખ હાજર છીએ. આ સાંભળી વિવે કહ્યું કે પાછળથી ફરી જઈ શકશે નહિ. માટે જે બેલે તે વિચાર કરીને બેલિજે. સઘળાંએ આ સાંભળી કહ્યું હા, હા, અમે બધાં વિચાર કરીને જ બોલ્યાં છીએ. આ પ્રમાણે પાકે પાયે વાતચિત કરીને વૈદ્યરાજે તે ઓરડામાંથી સઘળાંને બહાર મકલ્યાં, અને તેનાં દ્વાર બંધ કર્યા. ત્યારબાદ તેમણે મારાં શરીર ઉપર એક બારીક વસ્ત્ર ઓઢાડયું, અને પછી કંઈક મંત્રો બોલવા લાગ્યા. થોડાજ વખતમાં હું તે પરસેવાથી રેબઝેબ થઈ ગયે, અને વસ્ત્ર ભીંજાઈ ગયું. પછીથી તેમણે તે વસ્ત્રને એક પ્યાલામાં નીચવી નાખ્યું અને ફરીથી મને ઓઢાડી દીધું. આ પ્રમાણે તે વસ્ત્રને ત્રણ વખત નાવ્યું, તેથી આખાય પ્યાલો પસીનાથી–રોગથી ભરપૂર થઈ ગયા. ત્યારબાદ મને એકદમ શાન્તિ લાગવા માંડી, પછીથી વૈદ્યરાજે દરવાજા ઉઘાડી સઘળાંને અંદર બોલાવ્યાં, અને રોગથી ભરપૂર પ્યાલે હાથમાં રાખી કહ્યું કે જુઓ, આ છોકરા હવે તદન અરામ થઈ ગયો છે. તેને બધો રોગ મેં આ પ્યાલામાં એકડે કર્યો છે. બેલે, તમારામાંથી કેણ હવે તેને પીવા તૈયાર છે? અને પછી મારાં માતા, પિતા, બંધુઓ, બહેને