________________ આદશમુનિ. 257 સાજા તાજા થયા છે, છતાં પણ મેં કેઈની પાસે એક કુટી બદામ પણ લીધી નથી. ચાલે, તમારા ચિરંજીવીની તબિઅત જોઉં. આમ કરી તેમણે મારે ત્યાં આવી, મારી નાડી પરીક્ષા કરી. કેટલોક સમય ગંભીર વિચાર કર્યા બાદ તેમણે કહ્યું. શેઠજી, આ છોકરાને કઈ પણ પ્રકારને રેગ નથી, તે તે કઈ ભૂત પલિતથી ભડક્યા છે. આ સાંભળી મારા પિતાએ કહ્યું કે વિદ્યરાજ, તેને ઉપાય પણ તમારી પાસે તો હશે જ. ત્યારે વૈદ્યરાજે પ્રત્યુત્તર આપે, કે હા, હા. જરૂર! પરંતુ તેને માટે મારી પાસે ખાસ અલગ ઉપાય નથી. આ ઉપરથી મારા પિતાએ કહ્યું કે ખેર! અધિક ઉપાયની શું જરૂર છે? એક ઉપાય તે છે ના? જે એજ ઉપાયથી તે તંદુરસ્ત થઈ જાય તો બીજા ઉપાયની આપણે આવશ્યકતા પણ ક્યાં છે? વૈદ્યરાજે કહ્યું “એક ઉપાય છે તો અકસીર પરંતુ......................... મારા પિતાએ કહ્યું કે વળી પાછું પરંતુ” શું? આપ કહેતા કેમ નથી? અટકે છે શા માટે ? આથી વૈદ્યરાજે કહ્યું કે એ ઉપાય જરા કઠિન છે, કષ્ટ સાધ્ય છે. પરંતુ એટલું તે ચક્કસ કહી શકું છું, કે એ ઉપાયથી એનાં શરીર તથા મનમાંનાં સઘળા ભય તથા શંકાને હું નિર્મળ કરીશ, પરંતુ, એ રેગને પિતાને શિર વહેરી લેવા માટે તમારામાંના એક જણે તત્પરતા બતાવવી જોઈએ. એ પિશાચ એવું દુષ્ટ હોય છે કે જીવને બદલે જીવ લે છે. તેથી જે હું એકને બચાવું તે બીજી એક વ્યક્તિએ સાક્ષાત્ યમરાજનો ભેટે કરવા તૈયાર થવું પડશે.