________________ vvvvvyyy: પર -> આદર્શ મુનિ. નની સામે થવાને મારી પાસે પૂરતું સૈન્ય છે અને હું જાતે પરાક્રમી છું. જે કઈ તમાર, શત્રુ હશે તે તેનાથી તમારું રક્ષણ કરવાને હું સંપૂર્ણ શક્તિ માનું છું. મુનિ –રાજન! જરા થોભ. બોલવામાં તું બહુ આગળ ધપી રહ્યો છે, વિચારેની સીમાનું તું ઉલ્લઘંન કરી રહ્યા છે. અભિમાનને વશવતી મનુષ્ય પોતાના સાન તથા ભાન ભૂલે છે. મને મારા શત્રુથી બચાવવાની દુશ્મનથી તારી જાતને બચાવવાની શક્તિને પણ તારામાં અભાવ છે. મારા તથા તારા બંનેના દુશમને સામે તું દીન છું–રાંક છું. તેથી જ હું ભારપૂર્વક જણાવું છું કે જે પ્રકારે હું અનાથ હતો. તે જ પ્રકારે તું પણ અનાથ છે. અને જ્યારે તું જાતેજ અનાથ છે, તે પછી બીજાને નાથ તું કેવી રીતે થઈ શકીશ? શ્રેણિક –મારી પાસે કેટલું સૈન્ય છે? હું કેટલે તાકાત વાન છું ? અને મારી કેવી ખ્યાતિ છે? તેની તમને અસત્ય આરેપ મૂકે છે. મહારાજ! સાંભળે. મારી પાસે તેત્રીસ હજાર હાથી, તેત્રીસ હજાર ઘોડા, તેટલાજ રથ અને પાયદળ છે. આ ઉપરાંત મારા ખજાનામાં અનંત સંપત્તિ છે. હું ચાહું એ વસ્તુ મેળવી શકું છું. સુખોપભેગની કઈ પણ વસ્તુ મારે માટે અલભ્ય નથી. ચાહે એ દુશમન હશે, છતાં મારી સાથે યુદ્ધ કરવાનું કે ઈ સાહસ ખેડી શકે એમ નથી.