________________ આદર્શ મુનિ.< કાર્ય ચાલુ થઈ ગયું હોવાથી અને બીજી બાજુ અનુવાદનું કામ ચાલુ હોવાથી, નવીન વસ્તુ ન મળે તે મુદ્રણાલયનું કામ સદંતર અટકી પડે, તેથી નવીન વસ્તુ મારે વતનથી મેકલાવતો કે જેથી ઉપર દર્શાવેલી ધારણા મુજબ ગ્રંથ પ્રકાશન થઈ શકે. પરંતુ નવીન વસ્તુનાં બે રજીસ્ટર્ડ બુકપેસ્ટ ગેરવલ્લે ગયાં, તેથી કામ ખરબે પડયું. આ પ્રમાણે અણચિંતવ્યાં વિદને આવી પડતાં દીપાવલિ ઉપર ગ્રંથ પ્રગટ કરવાની અમારી અભિલાષા ચૂર્ણ વિચૂર્ણ થઈ ગઈ લગભગ ચારેક વર્ષ પૂર્વે મહાત્મા ગાંધીજીએ ગુજરાતી ભાષાની જોડણીમાં થતે સ્વેચ્છાચાર જોઈ “નધણીયાતી ભાષાના શીર્ષકથી “નવજીવનમાં લેખ લખેલે. ત્યાર પછી તેમની સતત પ્રેરણાથી અને ગુજરાત વિદ્યાપીઠના બાહોશ અને ખંતીલા અધ્યાપકોના સતત પ્રયાસથી “ગુજરાતી જેડ કેશ અને પાછળથી “સાર્થ ગુજરાતી જોડણી કોશ” બહાર પડયા. આ કેશ પ્રગટ થયા બાદ ભાષાની જેડણીમાં થતો સ્વેચ્છાચાર નાબુદ થ જોઈએ, એવી દરેક ગુજરાતીની ઉત્કંઠા હોય એમાં નવાઈ નથી. આ ગ્રંથ નિમિત્તે મારી પણ એવી તીવ્ર ઉત્કંઠા હતી કે વિદ્યાપીઠના કેશ મુજબનીજ જોડણી સારાયે ગ્રંથમાં આવવી જોઈએ, પરંતુ ઉપર વર્ણવેલા મારા વ્યકિતગત કમનસીબ સંજોગેને લીધે મુંબઈમાં મારી ગેરહાજરીને લીધે, જે કે મૂળ અનુવાદની જોડણી કેશને અનુસરી કરેલી હોવા છતાં, મુદ્રની કંઇક ગફલતીને લીધે તથા આખરી પ્રફ હું જોઈ શક્યા ન હોવાથી, જોડણમાં કેટલેક સ્થળે સ્વેચ્છાચાર થય લાગે તો તે માટે હું સુજ્ઞ વાચકોની ક્ષમાયાચના કરું છું.