________________ > આદશમુનિ. મુનશી અજીજુર રહેમાન ખાન સાહેબ બેરિસ્ટર, ઈન્સ્પેકટર જનરલ ઓફ પોલીસ તથા જનરલ ભવાનીસિંહજી સાહેબ આદિ મુખ્ય રાજ્ય કાર્યભારીએ વ્યાખ્યાનમાં ઉપસ્થિત થતા. તે વખતે મુનિશ્રી મયાચંદજી મહારાજે 35 દિવસની તપશ્ચર્યા કરી. પૂર્ણાહુતિનાં નિમંત્રણેને માન આપી દૂર દૂરથી હજારે લોકો આવ્યા હતા. પૂર્ણાહુતિને દિવસે વ્યાખ્યાન આદિ માટે પ્રબંધ કરવામાં આવ્યા હતા. શ્રીયુત લાલા જુગમંદિર લાલજી જેની, એમ. એ, બેરિસ્ટર, ચીફ જજ તથા હૈ મેમ્બર હોલ્કર સ્ટેટ, શ્રીમાન શંકરલાલજી ડિસ્ટ્રિકટ મેજિસ્ટ્રેટ વિગેરે એકત્રિત થયા હતા. શ્રીયુત બાબુ બંશીધરજી ભાગવે (ઉજજૈન) સભામંડપમાં ઉભા થઈ ઉજ્જૈન તથા ઈન્દોરમાં ચાતુર્માસ કરવાથી થયેલા ઉપકારનું દિગ્દર્શન કરાવ્યું. જેના તથા જૈનેતર બાળકેએ સુમધુર સ્વરથી વિવિધ વિષય ઉપર સુબોધક ગીતો ગાયાં, અને તેમને યેગ્ય પુરસ્કાર આપવામાં આવ્યું. ઉજ્જૈનથી દિગંબર સંપ્રદાયના અગ્રણી શ્રીયુત શેઠ સેવારામજીના સુપુત્ર શ્રીયુત રખબદાસજી પણ ઉત્સવમાં ભાગ લેવા આવ્યા હતા. તે દિવસે શહેરમાં કસાઈઓની દુકાને બંધ રાખવામાં આવી. સ્ટેટ મિલના કન્ટ્રાકટર શેઠ નંદલાલજી ભંડારીએ મિલ બંધ રખાવી દયાભાવ પ્રદર્શિત કર્યો. લગભગ 2000 ભિક્ષુક તથા નિરાધારેને દૂધ, મિઠાઈ, ભેજન ઈત્યાદિ ખવડાવવા પીવડાવવામાં આવ્યાં, તથા સિવનીવાળા શેઠ નેમીચંદજી, ગણેશલાલજી તથા સાગરમલજી નથમણજીના ફર્મના મુનીમશ્રી હસ્તીમલજી તરફથી વસ્ત્રદાન પણ કરવામાં આવ્યું. એક દિવસ “જીવ-દયા” વિષય ઉપર વ્યાખ્યાન સાંભળી નજર મહમૂદ કસાઈએ ઉભા થઈ જાહેર કર્યું કે આ ભરી