________________ આદર્શ મુનિ. 21 વ્યાખ્યાન આપ્યું, અને તેને ઠાકર રઘુનાથસિંહજી તથા ડાકટર સાહેબે લાભ લીધે. ત્યાર પછી મહારાજશ્રી ખાચરોદ પધાર્યા. ત્યાં બજાજખાનામાં વ્યાખ્યાન આપ્યું. મુનશી જમીર હુસેન સાહેબ બી. એ. મેજિસ્ટ્રેટ તથા લાલા મનેહરસિંહજી વકીલ હાયેકેટ વિગેરેએ વ્યાખ્યાન સમાપ્ત થતાં ચરિત્રનાયકના ગુણોની પ્રશંસા કરી ધન્યવાદ આયે, અને વિશેષ વ્યાખ્યાન આપવાની આગ્રહપૂર્વક વિનંતિ કરી. તે મુજબ મહારાજશ્રીનાં બીજાં પણ કેટલાંક વ્યાખ્યાન થયાં. પછીથી ધાને સુતેમાં ત્રણ વ્યાખ્યાન આપી બારેદે થઈ તેઓ બડનગર પધાર્યા. સ્ટેશન ઉપર સ્ટેશન માસ્તર ગવદ્ધનલાલજી મહારાજશ્રીને સ્ટેશન ઉપરજ રેકયા. રૂનીજાના બાબુ બલદેવપ્રસાદજીએ ટેલીફેનદ્વારા મહારાજશ્રીને પ્રણામ કહેવડાવ્યા અને કહ્યું કે મને પંચેડમાં દર્શન લાભ મળી ચૂકે છે. સાયંકાળે શહેરમાંથી લોકો આવ્યા અને શહેરમાં વ્યાખ્યાન આપવાની અરજ કરી. આ અરજનો મહારાજશ્રીએ સહર્ષ સ્વીકાર કર્યો. પરંતુ મેઘરાજાની પધરામણ થતાં તેઓ શહેરમાં જઈ શક્યા નહિ. તેથી ત્યારબાદ ત્યાંથી ચૈતમપુર (હેલ્કર સ્ટેટ) વાળા બદ્દા પટેલની વિજ્ઞપ્તિથી આગરા પધાર્યા. ત્યાં એક રાત્રિ નિવાસ કરી હતદ પધાર્યા. ત્યાં બે વ્યાખ્યાન આપ્યાં. ત્યારબાદ ત્યાંથી વિહાર કરી ઈન્દર પધાર્યા, અને ત્યાં પીપલી બજારમાં ઉતર્યા. પરંતુ વ્યાખ્યાન માટે ત્યાં જગ્યાની પુરતી સગવડ નહતી. તેથી તેઓશ્રીને રાય બહાદુર સર શેઠ હુકમીચંદજીની ધર્મશાળામાં ઉતારે આપવામાં આવ્યું, અને ત્યાં પ્રવચન થવા લાગ્યાં. જનાબ