________________ આદર્શ મુનિ 219 પ્રતિજ્ઞા કરી. બીજે દિવસે વિહાર કરી જવાનો વિચાર હતે. પરંતુ શહેરના કોટવાલ હેતસિંહજીના આગ્રહને વશવર્તી એક વધુ વ્યાખ્યાન આપ્યું, જેને લીધે ખૂબ જીવહિંસા બંધ થઈ. ત્યારબાદ તેઓશ્રી પાર્લે પધાર્યા. ત્યાં પણ ભેજી શંભૂરામજીના ભાઈ સાહેબ મોટરમાં બેસી દર્શનાર્થે આવ્યા. પછીથી મહારાજશ્રી મહારગઢ તથા નારાયણગઢ પધાર્યા. બંને સ્થળે એ વ્યાખ્યાન થયાં અને તેથી સારા પ્રમાણમાં ઉપકાર થયો. નારાયણગઢમાં ઈરલામધર્મના અગ્રણી તથા જાગીરદાર હફી જુલ્લાખાં સાહેબના આગ્રહને લીધે વ્યાખ્યાન આપ્યું. શહેરના કાજી, મેજિસ્ટ્રેટ સાહેબ, ડાકટર સાહેબ આદિ સંભાવિત સગ્રુહસ્થોએ વ્યાખ્યાન શ્રવણને લાભ મેળવ્યું. ઠાકોર રણજીતસિંહજી સાહેબ, તથા ઠાકોર રઘુનાથસિંહજી સાહેબ તથા ઠાકર ચિનસિંહજી સાહેબે મદિરા સેવન તથા પરસ્ત્રીગમનનો ત્યાગ કર્યો. ત્યારપછી ત્યાંથી ઝાડા થઈ મહાગઢ પધાર્યા. ત્યાં એક જ વ્યાખ્યાન સાંભળી ખેડૂતોએ અમાવાસ્યાને દિવસે હળ ન ચલાવવાની, તથા વૈશ્યએ દુકાને ન ઉઘાડવાની તથા કન્યાવિક્ય ન કરવાની પ્રતિજ્ઞાઓ લીધી. ઠાકર ભવાનીસિંહજી, ઠાકોર રણછોડસિંહજી, ઠાકર કાસિંહજી વિગેરેએ જીવહિંસા કરવાને ત્યાગ કર્યો. ત્યાંથી મણસેની જનતાને પુષ્કળ આગ્રહ જોઈ મહારાજશ્રી ત્યાં પધાર્યા, અને વ્યાખ્યાન આપ્યાં. ત્યાં અહેડના કામદારને પત્ર આવ્યું. તા.પ-૬-ર૩, વૈશાખ વદ 7 સં. 1980. રાજમાન રાજેશ્રી મુની શ્રી ચૈથમલજી સહારાજને હજાર દંડવત સાથે નિવેદન કરવાનું કે આપને આજ્ઞાંકિત