________________ 218 :::::^^^^^^^^^^^^^^^^^^^^^^^ >આદર્શ મુનિ. તબિઅતને લીધે તેઓશ્રી ત્યાં વિરાજમાન થયા. બે ત્રણ દાકતરે પાસે ઔષધોપચાર કરાવ્યા, પણ નિરર્થક. આખરે આલાયણા, સંથારે કરીને તેઓ દેવલોક પામ્યા. ત્યાર બાદ મહારાજશ્રીએ ત્યાંથી રિગનેદ તરફ પ્રયાણ કર્યું. કેમકે ત્યાંના કુમાસદાર સાહેબે ત્યાં પધારવા માટે જાવરા આવી વિજ્ઞપ્તિ કરી હતી, ત્યાં બે વ્યાખ્યાન કર્યા. વિશેષ કાઈ શકાય એમ ન હોવા છતાં, ત્યાંના ઠાકોર સાહેબ રણજીતસિંહજી તથા તેમના લઘુબંધુના આગ્રહથી બીજા છ વ્યાખ્યાન આપ્યાં. ત્યાંથી વિહાર કરી મન્દર પધાર્યા. બે વ્યાખ્યાન ખલચિપુરમાં આપ્યાં. વળી ત્યાંના દિગંબર જૈન અગ્રણે ભેજી શંભુરામજીના ભાઈ સાહેબે આગ્રહ કર્યો કે વ્યાખ્યાન મારી હવેલી ઉપર આપે, જેથી ગૃહ મહિલાઓ પણ શ્રવણને લાભ મેળવી શકે. આપ્યાં. ત્યારબાદ ઝનકૃપુરા, બજાજખાનામાં વ્યાખ્યાન થયાં. પિરવાડ ભાઈઓએ કન્યાવિક્રય ન કરવાની પ્રતિજ્ઞા કરી એવું ઠરાવ્યું કે જે પ્રતિજ્ઞાને ભંગ કરશે, તેને જ્ઞાતિ દંડ કરશે. એક ભાઈ કે જેમણે પિતાની દિકરીની પહેરામણ તરીકે બે હજાર રૂપીઆ લેવાનું ઠરાવ્યું હતું, તેમણે વ્યાખ્યાનમાંજ ઉભા થઈ પહેરામણ ન લેવાની પ્રતિજ્ઞા કરતાં કહ્યું કે ત્રણસો તે મેં લીધેલા છે, પરંતુ બાકીના રૂ. ૧૭૦૦)માંથી એક પાઈ પણ લઈશ નહિ. અને ત્રણસો કે જે મેં લીધા છે તે પણ અત્યારે હું ભીડમાં હોવાથી મારી સગવડ પ્રમાણે પાછા વાળીશ. આજ પ્રમાણે ઓસવાળમાં પણ સુધારા થયા, અને વૃદ્ધ લગ્નની દુષ્ટ પ્રથાનો અંત આવ્યો. સરાફેએ ચાંદીમાં અધિક પ્રમાણમાં ભેળસેળ ન કરવાની