________________ 203 આદર્શ મુનિ પણ તેણે પીધે નહિ. પરંતુ દારૂના સ્પર્શ માત્રને કારણે પંચોએ તેનો સવા રૂપી દંડ કરી તેની મીઠાઈ લાવી વહેંચી નાખી, જેથી સઘળાઓને ખ્યાલ આવે કે દારૂના સ્પર્શ માત્રને માટે જ્યારે આટલે દંડ કરવામાં આવ્યું હતું તે પીવામાં આવે તો પછી શું થાય? પછીથી ત્યાં ઉપદેશ આપી મહારાજશ્રી ઈન્દોર પધાર્યા. ત્યાં પીપળી બજારમાં ઉતર્યા અને શ્રીયુત નંદલાલજી ભંડારીની પાઠશાળામાં કેટલાંક વ્યાખ્યાન આપ્યાં. ત્યારબાદ તેઓશ્રીએ ત્યાંથી વિહાર કરી દેવાસ તરફ પ્રયાણ કર્યું.