________________ 184. > આદશ મનિ. અસ્તુ. ચરિત્રનાયકજીએ વ્યાખ્યાન બંધ રાખ્યું. લોકોનાં ટોળેટોળાં આવવા લાગ્યાં કેમકે તેમને આ વિષે માહિતી નહતી, પરંતુ જાણ થતાં પાછા ફર્યા. પાંચમથી મહારાજશ્રીએ વ્યાખ્યાનને આરંભ કર્યો. પહેલાં પૂજયશ્રી મુન્નાલાલજી મહારાજ ભગવતી સૂત્ર કહેતા, અને તેમની પછી મહારાજશ્રી પિતાનું ઓજસ્વી વ્યાખ્યાન આપતા. સારાયે નગરની ગલીએ ગલીઓવ્યાખ્યાનની પ્રશંસા થવા લાગી. રાજ્યકાર્યભારીઓ તથા જાગીરદારે પણ આવતા. આ વખતે પૂજ્યશ્રીની સેવામાં રહેતા તપસ્વી ફેંજમલજી મહારાજે 67 દિવસની તપશ્ચર્યા કરી. આવી કઠિન તપશ્ચર્યાના હેવાલ સાંભળી લકે બલી ઉઠતાં કે અહા! કેવા ઈશ્વરી અંશધારી છે? આ તપશ્ચર્યા તથા મહારાજશ્રીનાં વ્યાખ્યાનોની જૈનેતર જનતા ઉપર પણ એવી ઊંડી છાપ પડી, કે તેઓ સામાયિક તથા પ્રતિક્રમણ શીખવા લાગ્યા. કદિ ઉપવાસ નહિ કરેલા એવા એક અગ્રવાલ ભાઈએ આઠ ઉપવાસ કર્યા, અને આજીવન લીલેતરીને ત્યાગ કર્યો. સનીએાએ એકત્ર થઈ, દયા પ્રભાવના કરી. તેમની મહિલાઓએ એકાન્તર તથા છઠ અને આઠમ વિગેરે ઘણું વ્રત કર્યા, અને સઘળાં મહારાજશ્રીનાં અનન્ય ભક્ત બન્યાં. પર્યુષણ પર્વ આવતાં તો શ્રેતાઓની સંખ્યામાં ઓર વધારો થયે, તેથી તે દિવસમાં વ્યાખ્યાન પંચાયતી વાડીમાં થવા લાગ્યું. છતાં તેમાં પણ લોકોની ખૂબ ભીડ થવા લાગી. ત્યારબાદ ૬૭ની તપશ્ચર્યાની પૂર્ણાહુતિ નજીક આવવા લાગી. તે દિવસે બીલકુલ જીવહિંસા ન થાય તેવા પ્રયત્ન આદરવામાં આવ્યા. એશવાળે એકત્ર થઈ રાજસભા (કાઉન્સીલ) સમક્ષ ગયા. ત્યાં પૂછવામાં આવતાં તપશ્ચર્યાને વૃતાન્ત સંભળાવી જીવહિંસા ટાળવા માટે