________________ આદર્શ મુનિ. 181 આંતરિક કલહે ગંભીર રૂપ પકડયું હતું. મહારાજશ્રી, તથા પૂજ્યશ્રી તથા દેવીલાલજી મહારાજ તથા ખૂબચંદજી મહારાજ આદિ સહિત પધાર્યા હતા, અને મુમઈય્યાની વાડીમાં ઉતર્યા હતા. પૂજ્ય શ્રી લાલજી મહારાજ ચેકસ દિવસે ત્યાં પધારવાના છે, એવા સમાચાર મળતાં તેઓશ્રીના સ્વાગતાર્થે શ્રીસંઘે પૂજ્યશ્રી મુન્નાલાલજી મહારાજને તે દિવસે પધારવાની આગ્રહપૂર્વક વિનંતિ કરતાં જણાવ્યું કે આપની પધરામણીથી જનતા ઉપર સુંદર પ્રભાવ પડશે, અને આપની હાજરી તડજોડીમાં મદદરૂપ નીવડશે. પૂજ્યશ્રીએ તેને સ્વીકાર કરી, ચરિત્રનાયકને સ્વાગત સમારંભમાં જવાની આજ્ઞા કરી. તદનુસાર આપણા ચરિત્રનાયક પાંચ સાધુઓને સાથે લઈ નયા શહેરની સડક ઉપર પહોંચી ગયા. ત્યાં સઘળાઓનું સંમેલન થયું અને કેટલીક વાતચીત થઈ. ત્યાંથી પૂજ્ય શ્રી લાલજી મહારાજે ઢબ હવેલીમાં નિવાસ કર્યો અને ચરિત્રનાયકને પણ પોતાની સાથે ઉતરવાની વિનંતિ કરી, પરંતુ એમ ન બની શક્યું. પછીથી સંધ્યા સમયે ખૂબચંદજી મહારાજ અને ચૈથમલજી મહારાજ નવ સાધુઓને સાથે લઈ પૂજ્ય શ્રી લાલજી મહારાજ પાસે આવ્યા અને વિજ્ઞપ્તિ કરી કે આપનું તથા અમારૂં વ્યાખ્યાન એકજ સ્થળે થાય તે ઈચ્છનીય અને આવશ્યક છે કેમકે લેકેમાંના પારસ્પરિક વૈમનસ્યને નિર્મળ કરવું છે અને એકત્ર ઉપદેશની જનતા ઉપર સારી અસર થશે. પરંતુ પૂજ્યશ્રીએ તેને અસ્વીકાર કર્યો, તેથી આખરે અલગ અલગ સ્થળે ઉપદેશ થવા લાગે. પૂજ્ય શ્રી લાલજી મહારાજે ત્યાંથી નયા શહેર તરફ વિહાર કર્યો. માર્ગમાં તબીજ નામના ગામમાં તેઓએ ઉતારે કર્યો. ત્યાં આપણું ચરિત્રનાયક પણ આવી પહોંચ્યા, અને બંનેનો મેળાપ