________________ > આદર્શ મુનિ. ***^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ ^^^^^^^ ના•••. પ્રકરણ ૩૦મું. સંવત 1976 જોધપુર પૂજ્યશ્રીનો સ્વર્ગવાસ, તો છે 9 છેશનગઢના શરાફ બજારમાં વ્યાખ્યાન માટે વ્યવસ્થા કરવામાં આવી. મહાવીર જયંતિના - ઉત્સવ વખતે છાંયા માટે રાજ્ય તરફથી તંબૂને પ્રબંધ કરવામાં આવ્યું. તેઓશ્રીનાં વ્યાખ્યાન પહેલેથી જ પંકાતાં હતાં, તેથી કેઈપણ જાતની જાહેરાત શિવાય જોતજોતામાં ત્રણ હજાર શ્રેતાઓ એકત્ર થઈ ગયા. કેટલાક લેકે બહારગામથી દર્શનાર્થે આવ્યા હતા. વ્યાખ્યાનના આરંભમાંજ શાસ્ત્ર-વિશારદું પૂજ્યશ્રી મુન્નાલાલજી મહારાજે મહાવીર સ્વામીના જન્મ ઉપર પ્રવચન કર્યું. તેમના પછી શ્રી દેવીલાલજી મહારાજે મહાવીર સ્વામીની વીરતાનું દિગ્દર્શન કરાવ્યું. ત્યારબાદ આપણું ચરિત્રનાયકે મહાવીર સ્વામીના આચરણ ઉપર એક મનરમ્ય વ્યાખ્યાન આપ્યું, જેની શ્રેતાઓ ઉપર ખૂબ અસર થઈ. આ થઈ રહ્યા પછી અહીંથી તેઓ અજમેર પધાર્યા, કેમકે ત્યાં