________________ આદર્શ મુનિ ^^^^^^^^^^^^^^^^ ^^^^^^^^^^^^ ^ ^ ^ ^^ પ્રકરણ ૨ઢ્યું. સંવત ૧૯૭પ દિલ્હી. 1 પૂજ્યશ્રીનો ભેટો. 1T / મો R ધુપુર પહોંચ્યા પછી ત્યાંના બજારમાં એક વ્યાખ્યાન આપ્યું. ત્યાં એક સ્ત્રી દીક્ષા લેવાની & હતી. તેને દીક્ષા આપી મહારાજશ્રીએ તેને પુલાજી આર્યાને આશરે મૂકી. મહાવીર જયક્તિનો ઉત્સવ ઉજવવામાં આવ્યું, તેમાં સઘળા સંપ્રદાયના લેકેએ સાથ આપે. મહારાજશ્રીના પ્રભાવશાળી ઉપદેશની સારી અસર પડી અને તેથી ધર્મપ્રચાર, ત્યાગ તથા પચખાણ થયાં. ઉપદેશની અસર તો એટલે સુધી થઈ કે આલિમહાફિઝ નામને એક માણસ જે ઈસ્લામને અનુયાયી હતો તેણે જૈનધર્મના સિદ્ધાંતને અંગીકાર કર્યો. સામાયિક શીખીને અત્યારે પણ તે ત્યાં મુહપત્તિ બાંધી નિયમિત સામાયિક કરે છે, અને દયા તથા પિષધ રાખે છે. અન્ય લેકેને પણ એજ મુજબઉપદેશ આપે છે, અને જૈન બાળકોને સામાયિક પ્રતિકમણ શીખવે છે. ત્યાંથી મહારાજશ્રીએ વિહાર કરી શ્યામપુર, વેટેડ તથા ગિઝગડ થઈ અલવર તરફ પ્રયાણ કર્યું. ત્યાં કેટલાક વ્યાખ્યાનો આપી દિલ્હી તરફ઼ પ્રસ્થાન કર્યું. ચોગ્ય સમયે