________________ 176 > આદેશ મુનિ. બંદિ ગયા નહતા. પરંતુ ત્યાં પણ તેમની અત્યંત ખ્યાતિ હતી. જ્યારે બજારમાંથી નીકળ્યા ત્યારે તેમની શાન્ત મુખમુદ્રા જોઈ લોકો પ્રલ્લિત વદને દર્શન કરતા હતા. ત્યાંથી યોગ્ય સ્થળે રોકાયા. ત્યાં એક વ્યક્તિએ આવી પૂછયું કે મુનિવર ! વ્યાખ્યાન ક્યાં થશે? ત્યારે તેમણે જણાવ્યું કે અહીંયાં. તે મુજબ તે દિવસે ત્યાંજ વ્યાખ્યાન થયું. બીજે દિવસે માહેશ્વરીઓને નેહરા (વાડી)માં થવા લાગ્યું, પરંતુ ત્યાં પણ સ્થળસંકોચને લીધે એક અલગ મંડપ ઉભું કરવામાં આવ્યો, અને ત્યાં વ્યાખ્યાન થવા લાગ્યું. દિગમ્બર લેક ખૂબ રસ લેતા, અને અન્ય જ્ઞાતિજને પણ તેમનાં સુમધુર વચનામૃતનું પાન કરવાને આવતાં. હમેશાં વ્યાખ્યાન સમાપ્ત થતાં શ્રીયુત કુંવર ગોપાળલાલજી કટિયા (સુપ્રસિદ્ધ શેઠ કેસરીલાલજી કેટિયાના સુપુત્ર) ઉભા થઈ મહારાજશ્રીની વંદના કરી કંઈને કંઈક બોલતા. ત્યાં ખૂબ ધર્મવૃદ્ધિ, વ્રત, ઉપવાસાદિ થયાં. પછીથી ત્યાંથી વિહાર કરી તેઓશ્રી માધુપુર પધાર્યા.