________________ A , , , 55111111^^^^^^^^^^^^^^^^^^^^^^ 170 > આદર્શ મુનિ. અંતરમાં ઉંડી છાપ પડી, તેથી તેમણે અધિક-પુરૂષોત્તમ માસમાં બિલકુલ શિકાર ન કરવાની અને હંમેશાં અમુક જાનવરની હિંસા ન કરવાની પ્રતિજ્ઞા કરી. આ ઉપરાંત ગામમાં પણ મહારાજશ્રીએ કેટલાંક વ્યાખ્યાન આપ્યાં. ત્યારબાદ ત્યાંથી તેઓશ્રી એકાએક વિહાર કરી ગયા. જ્યારે આ સમાચાર રાવતજી સાહેબને મળ્યા, ત્યારે તેઓ તરતજ 50-60 માણસે સાથે મહારાજશ્રીની સેવામાં મોટા બાગમાં ઉપસ્થિત થયા. રાવતજી સાહેબ ભારે પ્રતિષ્ઠિત છે. અને જ્યારે જ્યારે કેઈપણ ઠેકાણે જાય છે, ત્યારે ત્યારે 50-60 માણસે તો તેમની સાથે હોય છે, પરંતુ વિલંબ થતા મહારાજશ્રી કેટલાય દૂર નીકળી જાય, એમ વિચારી સાથેના માણસને છોડી દઈ તેઓ એકલા ઘણી ઝડપથી મહારાજશ્રીની પાછળ ગયા, અને ખૂબ વિનયથી વિનવી ફરીથી પાછા.નગરમાં લઈ આવ્યા. નગરમાં આવતી વખતે રાવતજી સાહેબની સાથેના માણસો તથા બીજા પણ કેટલાક માણસો આવી પહોંચ્યા હતા. થોડા દિવસ વધુ ત્યાં રોકાયા બાદ તેઓશ્રી ત્યાંથી વિહાર કરી રાયપુર થઈ કોસીથલ પધાર્યા. ત્યાં ઠાકર સાહેબ પદ્મસિંહજીના પુત્ર જવાનસિંહજી તથા તેમના નાનાભાઈ મહારાજશ્રીનાં દર્શનાર્થે આવ્યા હતા. પછીથી ત્યાંથી વિહાર કરી તેઓ ચિતૈડ પધાર્યા.