________________ > આદશ મુનિ. ત્યાંજ રહી પહેલાં ઢાજીના મકાનમાંજ નિવાસ કરે, પરંતુ પાછળથી રૂઘનાથમલજી વકીલ કે જે તેઓશ્રીના ભક્ત હતા, તેમને ત્યાં રહ્યા. ત્યારબાદ કંઇક ઠીક થતાં વિહાર કરી કિશનગઢ પધાર્યા. ત્યાં કેટલાક દિવસ રહ્યા બાદ જ્યારે શરીરમાં ડી ઘણી શક્તિ આવી ત્યારે, ધર્મોપદેશ કરી નયા શહેર પધાર્યા. ત્યાં જાહેર વ્યાખ્યાન કર્યું. ચાતુર્માસ માટે પણ તે લેકે એ અત્યંત આગ્રહ કર્યો પણ હજુ ઘણે વખત છે, એમ કહી તેઓશ્રીએ મેવાડ તરફ પ્રયાણ કર્યું. માર્ગમાંની જનતાને નાના પ્રકારને ઉપદેશ આપતા તેઓ તાલ પધાર્યા. ત્યાં ઘણે ત્યાગ થયે. ઠાકોર સાહેબ શ્રીમાન ઉમેદસિંહજીએ પણ મહારાજશ્રીના દર્શનનો લાભ લીધો. તેમના ઉપદેશથી આઠમ તથા ચૅદશના દિવસે એ બિલકુલ શિકાર ન કરવાની તેમણે પ્રતિજ્ઞા કરી. સાથે સાથે તેમને બંધુઓ તથા પુત્રએ પણ છેડો ઘણો ત્યાગ કર્યો. ત્યાંથી તેઓ લસાણી પધાર્યા. ત્યાં જઈ વ્યાખ્યાન આપવાં શરૂ કર્યા. ત્યાંના ઠાકોર સાહેબ શ્રીખુમાણસિંહજી સાહેબ પ્રતિદિન વ્યાખ્યાન શ્રવણ કરવા આવતા. તેમણે પક્ષીઓને ન મારવાની પ્રતિજ્ઞા કરી. આ શિવાય કેટલાક માંસાહારીઓએ માંસને પરિત્યાગ કર્યો. ત્યારબાદ ત્યાંથી વિહાર કરી તેઓશ્રી દેવગઢ પધાર્યા. ત્યાં સરકારી મકાનમાં ઉતારો કર્યો. ત્યાંના રાવતજી સાહેબ વિજયસિંહજી મહારાણા ઉદયપુરાધીશના સેળ ઉમરામાં ત્રણ લાખના જાગીરદાર છે. ત્યાં મહારાજશ્રીના વ્યાખ્યાનની ખ્યાતિ લોકે દ્વારા રાવતજીસાહેબ સુધી પહોંચી. તે જૈનધર્મથી તદ્દન અપરિચિત હતા. પહેલાં એક વખત કોઈ એક જૈન મુનિની પાસે પિતાના કેટલાક પંડિતેને ચર્ચા કરવાને મેકલ્યા હતા. આ થયા પછી