________________ આદર્શ મુનિ, 167 ખૂબ લક્ષ આપેલું, અને તેના પ્રભાવથી આ અવસ્થાએ તેમને આત્મા દિવ્યદશી થઈ ગયો હતો. આ ચાતુર્માસમાં એટલે સંવત ૧૯૭૩ના આશ્વિન સુદ દ્વિતીયાના સાયંકાળે તેઓશ્રી કંઈક કાવ્ય રચના કરતા હતા, તે વખતે શૌચ જવાની ઈચ્છા થઈ. શૌચથી પરવારતાં વેંતજ એકાએક તેઓ એવા નિર્બલ થઈ ગયા કે રાત્રિ પુરી થતાં તો તેમની અવસ્થા ગંભીર થઈ પડી. આ સ્થિતિમાં પણ તેમણે તેમના ગુરૂ ભાઈની સામે વિધિ અનુસાર આલેચનાદિ કિયા કરી. સૂર્યોદય થતાં તે ફરીથી તેમણે આલોચના, ત્યાગ, પચખાણ કર્યા. ત્યારબાદ તેમને સ્વર્ગવાસ થયો. નગરમાં આ સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા, અને લોકોનાં ટોળેટોળાં ત્યાં ઉલટી પડ્યાં. શ્રીસંઘે તેઓશ્રીની યથાવિધિ દહન યિા કરી. પ્લેગનો ઉપદ્રવ વધતો જતો હતો, તેથી શ્રીસંઘની વિનંતીથી સઘળા મુનિવર નગરની બહાર લોઢાજીની કેડી ઉપર પધાર્યા. ત્યાં આપણા ચરિત્રનાયકને ન્યુમોનિયા થઈ ગયે. એવધોપચાર ચાલતું હતું. રોગનું જોર વધતું હતું. છતાં પણ એ દિશામાં તેઓશ્રીએ આંબિલ વ્રત કર્યું. કહ્યું છે કે “તાતા ય રાધિ” પરંતુ ભીજાવેલા ચણાનું સેવન કુપચ્ચ નીવડયું, અને તેથી રેગનું જેર એકાએક વધી પડ્યું. શારીરિક અવસ્થા એટલી બધી બગડી, કે જીવનની આશા પણ છુટી પડી. પુણ્યદયથી ધીમે ધીમે આરામ થઈ ગયે, તે પણ અશક્તિ ખૂબ આવી ગઈ. વ્યાખ્યાન દેવાની શક્તિ પણ નહોતી. તેથી ચાતુર્માસ પુરા થયા પછી પણ કેટલાક દિવસો સુધી તેઓશ્રી * આલેચના –પ્રમાદ વશ થતાં લાગેલાં પાપને ગુરૂ સમક્ષ પ્રગટ કરવાં તેને આલેચના કહેવામાં આવે છે.