________________ આદશમુનિ. 159 મહારાજશ્રીના વ્યાખ્યાન માટે એકત્ર થયા, અને વાજાં તાસાં વગડાવી મહારાજશ્રીનું સ્વાગત કર્યું. પરંતુ મહારાજશ્રીએ વા વાગતાં બંધ કરાવી શાન્તિપૂર્વક નગરમાં પ્રવેશ કર્યો. ત્યાં વ્યાખ્યાન સ્થળ પણ સુંદર રીતે શણગારવામાં આવ્યું હતું, તે પણ તદ્દન સાદુ કરાવી નાખ્યું. આ પ્રમાણે શુદ્ધ સંયમનું પાલન કરતા કરતા તેઓ ઝાલોરગઢ પધાર્યા. ત્યાં પણ સભા ભરી લોકોને ઉપદેશ કર્યો. તે વખતે બાલત્તરાના શ્રીસંઘે આવી પિતાને ત્યાં પધારવા આગ્ર પૂર્વક વિનંતિ કરી તેને સ્વીકાર કરી બાલત્તર ગયાં. આજ પૂર્વે તેઓનાં પૂનિત પગલાં ત્યાં કદાપિ થયાં હતાં. જો કે જનતામાં તેમની સારી ખ્યાતિ હતી, તેથી જ તેમનાં દર્શન કરી વ્યાખ્યાન સાંભળવા માટે સેંકડે સ્ત્રી પુરૂષો એકત્ર થયાં. નિયત સમયે વ્યાખ્યાન કર્યું અને ત્યાંની જનતાને એક જૈનમંડળ સ્થાપવાની સૂચના કરી સભા શું હોય છે તે લોકો જાણતા નહોતા. તેથી મહારાજશ્રીએ વિવેચન કરી તેમને તે સમજાવ્યું. જે સાંભળી સઘળાઓએ એક જૈનમંડળ સ્થાપવાની યોજના ઘડી. મહારાજશ્રી ત્યાં થોડા દિવસ વિશેષ નિવાસ કરે એવી લેકોની ઈચ્છા હતી, પરંતુ સાથે સાથે તે જાણતા હતા કે મુનિવર અપ્રતિબદ્ધ વિહારી (સ્વતંત્ર વિહાર કરનાર) છે, તેથી તેટલાથી સંતોષ માન્ય. આ પ્રમાણે મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી નગર નજીકના એક સ્થાનમાં રેકાયાં. સૂર્યોદય થતા પહેલાં તો પચભદ્રના શ્રાવકે આવી પહોંચ્યા અને જવાના બંને રસ્તા રોકી બેસી ગયા. તેઓને મહારાજશ્રીએ જણાવ્યું કે હમણાં સમય નથી, પરંતુ તે લેકેએ માન્યું નહિ, તેથી તેમને પંચભદ્ર પધારવું પડ્યું. પરંતુ તેમણે શંકરલાલજી તથા પ્યારચંદજી મહારાજને