________________ આદર્શ મુનિ. 151 ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ જેનાં ચિહુને આજે પણ મોજુદ છે. એ ચાતુર્માસમાં ખૂબ ઉપકાર થયો. તેનો વિસ્તૃત ઉલ્લેખ ગ્ય સમયે ક્ષમાપત્રિકામાં થઈ ગયા છે. વળી સ્થાનને અભાવે અત્રે તેનો ઉલ્લેખ કરે અશકય છે. આ પ્રમાણે તેઓનો બે માસ સુધી માનપાડામાં નિવાસ રહ્યો. એજ મુજબ બે માસ લેહામંડીમાં રહેતાં જ્યારે ચાતુર્માસની લગભગ સમાપ્તિ થવા આવી તે વખતે તેઓને ગુરૂ જવાહરલાલજી મહારાજની અસ્વસ્થ તંદુરસ્તીના સમાચાર મળ્યા, જેમાં જણાવવામાં આવ્યું હતું કે આગ્રાથી મન્દર તરફ વિહાર કરે. તેથી ચાતુર્માસની પૂર્ણાહુતિ થતાંજ મહારાજશ્રી આગ્રાથી વિહાર કરી જલદીથી કેટા ગયા. ત્યાં બે રાત્રિ વિસામો લીધા. ત્યાંથી વિહાર કરતાં રસ્તામાં એક સૂતેલા ખાટકીને જે. જેની પાસે બે બકરા બાંધેલા હતા. મહારાજશ્રીએ અનુમાન કર્યું કે આ કેઈ કસાઈ હોવો જોઈએ. તે વખતે તેમની સાથે કનૈયાલાલજી તથા જુહારમલજી શ્રાવક હતા. તેમણે તેને જગાડ તે અનુમાન સત્ય ઠર્યું. તેને મહારાજશ્રીએ ઉપદેશ કર્યો કે, “આ પાપ તું તેને માટે કરે છે? જે કર્મ કરશે, તેનું ફળ તેને જ મળશે. બીજું કંઈ ઓછું જ ભેગવવા આવવાનું છે! તારા આ શરીર ઉપર સંય ભેંકવામાં આવે તો તને કેટલું કષ્ટ થાય? તો શું આ જાનવરોને કષ્ટ નહિ થતું હોય? મનુષ્ય કે જેનો મુખ્યધર્મ દયા કરવાનો છે, એવો મનુષ્ય થઈને તું દયાને બદલે હિંસા કરે છે. હિંસા કરનારને તેં કદિ સુખી થએલા જોયા છે? જે, તારા શરીરપરજ પુરતા વચ્ચે ક્યાં છે? અને હું માનું છું કે તારે ત્યાં ખાવાને અન્નના પણ સાંસા હશે. માધુપુરમાં મારા ઉપદેશથી 30-35