________________ vvvvvvvvvvvv 150 >આદર્શ મુનિ. - wwws ચાળીસેક ઘર હોવા છતાં 700-800 શ્રેતાઓ ઉપસ્થિત થતા, અને તેમાં સઘળા ધર્માનુયાયીઓ આવતા. રાજ્યકારભારીઓમાં સભ્ય (મેમ્બર) શ્યામસુંદરલાલજી તથા સર સૂબા બાલમુકુન્દ ભયા સાહેબનાં નામનો ઉલ્લેખ કરે આવશ્યક છે. તેઓએ મહારાજશ્રીને ચાતુર્માસ માટે આગ્રહપૂર્વક વિજ્ઞપ્તિ કરી. તેના ઉત્તરમાં મહારાજશ્રીએ જણાવ્યું કે વાત તો વ્યાજબી છે. પરંતુ અમારા બે સાધુ આગ્રા છે, તેમને પૂછયા વિના હું કંઈ કહી શકું નહિ. જો કે અત્રે વિશેષ ઉપકર થવાને અવશ્ય સંભવ છે. આમ કહી તેઓ આગ્રા પધાર્યા. અને ત્યાં પેલા સાધુઓની સંમતિ મેળવી લશ્કર તરફ વિહાર કરવા ઉપાશ્રયની સીડી ઉતરતા હતા, તે વખતે શ્રીમાન દુર્ગાપ્રસાદજીના ભાઈ શ્રીમાન કસ્તુરચંદજી આવી પહોંચ્યા અને વિહાર કરી જવાના રંગઢંગ જોઈ આશ્ચર્યચકિત થઈ વિનંતિ કરી કે આપ અહીંથી વિહાર કરી જાવ, એ તે સ્વપ્ન પણ બનવું અશક્ય છે. આ અને આવું બીજું કેટલુંક કહેતાં તે ગદગદિત થઈ ગયા, અને મહારાજશ્રીનાં ચરણ પકડી લઈ બેલ્યા કે અમે આપને કદાપિ વિહાર કરવા દઈશું નહિ. આ જોઈ મહારાજશ્રીએ વિચાર કર્યો કે લશ્કરમાં અતિશય ઉપકાર થશે, એમાં તે સર્જેહજ નથી, પરંતુ અહીંથી વિહાર કરી જવામાં આ શ્રાવકનાં દિલ દુભાય છે. એ પણ ઠીક નથી. આમ વિચાર કરી ત્યાંજ રેકાવાનું ઠીક લાગ્યું. આ જાણું સઘળાઓનાં મન પ્રફુલ્લિત થયાં. તે જ વખતે જાહેર કરવામાં આવ્યું કે માનપાડાના ઉપાશ્રયમાં પ્રતિદિન પ્રાતઃકાલે પ્રસિદ્ધ વ્યાખ્યાનકારનું વ્યાખ્યાન થશે. તે મુજબ વ્યાખ્યાન શરૂ થયાં. થોડાજ દિવસમાં શ્રેતાઓની સંખ્યા એટલી બધી વધી પડી કે વ્યાખ્યાન સ્થળની વૃદ્ધિ કરવી પડી.