________________ આદર્શ મુનિ. 145 તે સઘળે પિતાના ઉપદેશદ્વારા નિર્મળ કર્યો. ત્યાંથી વિહાર કરી હમીરગઢ વિગદ થઈ તેઓ નંદરાય પધાર્યા. ત્યાં કેટલાક ઓસવાળ જૈનધર્મનો ત્યાગ કરતા હતા. તે સઘળાને બેધ આપી ફરીથી જેન બનાવ્યા. નંદરાયથી વિહાર કરી જહાજપુર પધાર્યા કે જ્યાં શ્વેતામ્બર સ્થાનકવાસીઓનાં માત્ર પાંચજ ઘર હતાં. પરંતુ મહારાજશ્રીના ઉપદેશામૃતના તે જૈન તથા જૈનેતર સઘળા પ્યાસાહેાય છે, તેથી શ્રાવકેનાં આટલા થોડાં ઘર હોવા છતાં શ્રેતાઓની સંખ્યા લગભગ ત્રણ હજાર જેટલી થતી. ત્યાં પણ જેતરમાં વૈમનસ્યનાં બીજ રોપાયાં હતાં, તેને મહારાજશ્રીએ પોતાના સદુપદેશથી નાશ કર્યો. કેટલાક લોકો પાસે દુર્વ્યસન છોડાવ્યાં, દિગમ્બર તથા માહેશ્વરી લેકેએ વેશ્યાનૃત્ય દારૂ, ફેડવાને તથા કન્યાવિક્રય આદિ સાત પ્રચલિત દુષ્ટ રૂઢીઓને ત્યાગ કરવાની પ્રતિજ્ઞા લીધી. એક દિવસ મહારાજશ્રી શાચકર્મ નિમિત્તે બહાર જતા હતા, તે વખતે વેશ્યાઓએ તેમને રસ્તામાં ઉભા રાખી વિનંતિ કરી કે “મુનિવર, આપ અમારી રેજી પર પાટુ મારવાને આવ્યા છે. આપે વેશ્યાનૃત્ય બંધ કરાવી અમારે રોટલે છીનવી લીધો છે.............ઈત્યાદિ.” આના પ્રત્યુત્તરમાં મહારાજશ્રીએ એટલું જ જણાવ્યું કે દુષ્ટ રૂઢીઓને નાશ કરે એ અમારો ધર્મ તથા કર્તવ્ય છે. એક દિવસ કિલામાંથી શ્રીમાન જાગીરદાર સાહેબ તરફથી આમંત્રણ આવ્યું, તેથી તેઓ ત્યાં પધાર્યા અને સઘળાને ઉપદેશ દીધે. આથી જાગીરદાર સાહેબ અતિશય પ્રસન્ન થયા, અને 30 બકરાને જીવતદાન દીધું. ત્યાંથી વિહાર કરી તેઓ ટેક પધાર્યા. વિદાય દેવાને નગરવાસીઓનાં વૃંદ તેઓશ્રીની સાથે ઘણે દૂર સુધી આવ્યાં, તથા લલનાઓએ