________________ 144 vvvvvvvvvvvv સાહેબે ઘણું વિનંતી તથા આગ્રેડ કરતાં કહ્યું કે તદન વનસ્પતિજન્ય છે અને તેથી આપ તેને સ્વીકાર કરો. પરંતુ તો પણ મહારાજશ્રીએ જ્યારે તેને સ્વીકાર ન કર્યો ત્યારે સાહેબે કહ્યું કે હું આપને ભેટ આપવાજ આ લાવ્યો છું અને તેથી તે પાછો લઈ જઈ શકતો નથી. આમ કહી તેને ઔષધાલયમાં મેકલાવી દીધે. એક દિવસ ટેલર સાહેબ એક અંગ્રેજ ગૃહસ્થ કે જે એક અંગ્રેજ લશ્કરી ટુકડીને કેપ્ટન હતું, તેને સાથે લઈ મહારાજશ્રીની પાસે આવ્યા. પેલો લશ્કરી કેપ્ટન ત્યાં પોતાની ટુકડી સાથે આવ્યું હતું. વાર્તાલાપ કર્યા બાદ મહારાજશ્રીએ તેને ઉપદેશ આપતાં કહ્યું કે કંઈ નહિ તો તમે એટલી પ્રતિજ્ઞા તો અવશ્ય કરો કે “મેર અને કબુતરને કદાપિ મારીશ નહિ” કેપ્ટન સાહેબે તેજ વખતે તે પ્રતિજ્ઞા લીધી. આ પ્રમાણે ચાતુર્માસ સમાપ્ત થતાં સુધી ટેલર સાહેબે ખૂબ ભક્તિભાવથી મહારાજશ્રીની સેવા કરી. તે દિવસમાં ત્યાં શ્રીરંગૂજી મહાસતીના સંપ્રદાયની શ્રી સુંદર કુંઅરજી મહાસતીની શિષ્યા સોનાજી મહાસતીએ 75 દિનની તપસ્યા માત્ર ગરમ પાણી ઉપર રહી કરી હતી વ્રત સમાસિને દિવસે બહારગામના ખૂબ લોકો આવ્યા અને આનંદઉત્સવ માણવા લાગ્યા. અહીં હાકેમ સાહેબ પણ જૈનધર્મ પર ખૂબ શ્રદ્ધા રાખતા હતા. તેમણે પણ સમ્યકત્વ ધારણ કર્યું. ત્યારબાદ માર્ગશીર્ષ વદ ૧ને દિવસે મહારાજશ્રીએ ત્યાંથી પ્રયાણ કર્યું. જૈન તથા જૈનેતર જનતા તથા ટેલર સાહેબ વિગેરે નગરજનો તેમને વિદાય કરવાને આવ્યા. સઘળાની એવી ઈચ્છા હતી કે તેઓશ્રી વિહાર ન કરી જાય. ત્યાંથી મુનીશ્રી ગંગાર પધાર્યા. ત્યાં પણ પરસ્પર વિરવૃત્તિને લીધે અનેક ન્યાતમાં કુસંપ હતો.