________________ આદર્શ યુનિ. -~~-~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ~~~~~~~ ~~ ~~~~ દેવીલાલજી મહારાજ તથા મુનિશ્રી ચૈથમલજી મહારાજે જનતાના આગ્રહને વશ થઈને ઉદયપુરનાં ચાતુર્માસની વિજ્ઞપ્તિને સ્વીકાર ર્યો. પછીથી ત્યાંથી નીમચ થઈ ઉદયપુર પધાર્યા, અને સંવત ૧૯૬૫ને ચાતુર્માસ ત્યાં કર્યો. બે મુનિ મહારાજે સંયુક્ત લાભ મળવાથી જનતામાં ખૂબ ઉલ્લાસ તથા સ્કૃતિ આવ્યાં. પહેલા શ્રી દેવીલાલજીમહારાજ ઉપદેશ દેતા, ત્યારબાદ મહારાજશ્રી પ્રવચન કરતા. તે વખતે શ્રેતાઓને તેમની વકતૃત્વ શક્તિ તથા મધુર ભાષણથી અત્યંત આનંદ થતું. આ પ્રમાણે ત્યને ચાતુર્માસ ખૂબ આનંદ સાથે પૂર્ણ થયે.