________________ -~~-~ =====^^^^^^^^^^^^^^^^^^^^^ ^^ 126 [>આદર્શ મુનિ. શ્રી. બલવન્તસિંહજી તેઓશ્રીનાં દર્શન કરવા આવ્યા. તેમની સાથે કેટલાક સમય ધાર્મિક ચર્ચા થઈ ત્યાર પછી ત્યાંથી વિહાર કરી બડેગાંવ (ગૂંદે) ગયા. ત્યાં રાવ સાહેબ શ્રીયુત પૃથ્વીસિંહજી તથા તેમના પત્ર શ્રીયુત દલપતસિંહજી વ્યાખ્યાનમાં હાજર રહ્યા તથા તેમની સારી રીતે સેવા સુશ્રુષા કરી. આ વ્યાખ્યાનના પ્રભાવથી રાવ સાહેબે દર વર્ષે બલિદાનમાં અપાતા બે બકરાને જીવતદાન અપાવવાની પ્રતિજ્ઞા કરી. આ પ્રમાણે ત્યાં બીજા પણ કેટલાક કૃષિકાએ જીવહિંસા તથા મદિરાને ત્યાગ કર્યો. ત્યાંથી વિહાર કરી ઘેડચ (દેલવાડા) થઈ શ્રીનાથદ્વારા પધાર્યા. ત્યાં જેન તથા અજૈન સઘળાઓએ વ્યાખ્યાનને લાભ લીધો. મહારાજશ્રીના આગમનથી તે વખતે લેકમાં અપૂર્વ ઉત્સાહ આવ્યો અને તેઓ પોતાને કૃતકૃત્ય માનવા લાગ્યા. ત્યાંથી તેઓ વિહાર કરી સરદારગઢ, આમેટ, તથા દેવગઢ થઈ નયા શહેર (બાવર) પધાર્યા અને ત્યાં કેટલાક જાહેર વ્યાખ્યાન કર્યા, જેને જનતા પર પ્રસંશનીય પ્રભાવ પડે. પછીથી ત્યાંથી વિહાર કરી અજમેર ગયા. અજમેરમાં તે વખતે જૈન કોન્ફરન્સનું અધિવેશન મળવાનું હતું. તેમાં હાજર રહી, કેટલાંક ગામોમાં ઉપદેશ આપતા આપતા ભીલવાડે પધાર્યા. ત્યાં બ્રાહ્મણ ઓશવાળ, માહેશ્વરી, અગ્રવાલ તથા રાજપૂત વિગેરે લેકેએજ નહિ પરંતુ ભંગી ચમાર આદિ અંત્યજવગે પણ મહારાજશ્રીના વ્યાખ્યાનને પ્રેમ પૂર્વક સાંભળ્યું અને કેટલાક જીવે ન મારવાની પ્રતિજ્ઞા કરી. ત્યાંથી ચિત્તોડ તથા નિમ્બાહેડા થઈ જાવદ ગયા. ત્યાં ઉદયપુરના શ્રીસંઘ તરફથી ચાતુર્માસ માટે વિજ્ઞપ્તિ આવી હતી. મુનિશ્રી