________________ UUVVVVVVVV > આદર્શ મુનિ. મળ્યા. તેથી તેઓ કંઈક નિશ્ચિત જીવે નીમચ પધાર્યા, કે જ્યાં નંદલાલજી મહારાજ વિગેરે વિરાજતા હતા. ત્યાં રતલામ શ્રીસંઘ તરફથી શ્રીમાન તેજાજી સાહેબ ઈત્યાદિ ચાતુર્માસ માટે વિનંતિ કરવા આવ્યા, તેમને ઉત્તર મળે કે સઘળા સંતે રામપુરમાં એકત્ર થશે, અને ચાતુર્માસને પણ નિર્ણય ત્યાં જ થશે. પછીથી મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી રામપુર પધાર્યા. ત્યાં સઘળા મુનિઓ એકત્ર થયા હતા. રતલામ શ્રીસંઘ ચાતુમસની વિનંતિ કરવા માટે રામપુર આવ્યું. તેમણે ખૂબ આગ્રહ પૂર્વક તથા અતિશય વિનયપૂર્વક વિજ્ઞપ્તિ કરી, અને તેને સ્વીકાર કરવામાં આવ્યું. કેટલાક દિવસ બાદ અમાવાસ્યાને દિવસે મહારાજશ્રીને રાત્રિના પાછલા પહેરે એક રવપ્ન આવ્યું. તેમાં તેમણે એવું જોયું કે જાણે માતા પાસે ઉભી છે, અને કહે છે કે મને ખૂબ દરદ થતું હતું, તેથી મેં સંથારો કર્યો, અને હવે દેવલોક પામી છું. વાત પણ એમજ બની હતી કે માતુશ્રીને સ્વર્ગવાસ ચૈદશને રોજ થયે હતો. મહારાજશ્રી સ્વપ્નાવસ્થામાં તેમને કંઈ પૂછી શકયા નહિ, અને એટલામાં તો ઉંઘ ઉડી ગઈ અને પ્રાતઃકાળ થઈ ગયે. પ્રાતઃકાળે ગુરૂદેવને સ્વપ્નાની વિગત કહી. ગુરૂ જવાહરલાલજી મહારાજ વિગેરે આને વિચાર કરી રહ્યા હતા. એવામાં રતલામથી માતુશ્રીના સંથારાને પત્ર આવ્યા. વૃદ્ધ જવાહરલાલજી મહારાજ બોલ્યા કે જે પાસે હોત તો હું પણ આવત, પરંતુ બહુ દુર છે. અને મારાથી ઝડપથી ચાલી શકાતું નથી. તેથી મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી જાવરાની પાસે કલારા પધાર્યા. ત્યાં તેમને માતુશ્રી-દેવલોક પામ્યાના સમાચાર મળ્યા, અને તે સાંભળી તેમને પશ્ચાત્તાપ થયે. કેમકે માતાજીએ નજી