________________ ^ ^^^^ ^ ^^^^^^^^^^^^^^^^ ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ આદર્શ મુનિ. 111 લીધે અહીં પ્રતાપમલજીને ત્યાં આવી રહ્યો છું. આ સાંભળી મહારાજશ્રીએ સૂચવ્યું કે તું પણ અમારા જેવા સાધુ બની જા. માત્ર અન્ન તથા વસ્ત્ર માટે આ અમૂલ્ય મનુષ્ય જીવન શા માટે એળે ગુમાવે છે? આ સાંભળી શંકરલાલે કહ્યું, “વારૂ. મહારાજ, આપના જે સાધુ થઈશ.” આ વાતચિત ચાલતી હતી, તેટલામાંજ ત્યાંના શ્રાવકે આવી પહોંચ્યા અને શંકરલાલને દીક્ષા આપવા માટે વિનંતિ કરી. ત્યારે મહારાજશ્રીએ જવાબ આપે કે મારે ગળે તે આ વાત ઉતરી ગઈ છે. તેથી જે શ્રીસંઘ દીક્ષા અપાવે તો મારે કેઈજાતની મુશ્કેલી નહિ દીક્ષા આપવાનું લગભગ નકકી થઈ ગયું. શંકરલાલે પોતાના ન્યાતવાલા પાસે આજ્ઞા મેળવવા પિતાના કાનની સોનાની વાળીઓ આપી દીધી, અને તેઓએ તેને દીક્ષા આપવામાં પિતાની સહાનુમતિ દર્શાવી. તેજ દિવસે વડે કાઢવામાં આવ્યું અને બીજે દિવસે એટલે સંવત ૧૯૬૧ના વૈશાખ વદ ૮ને રોજ દીક્ષા આપવામાં આવી. ત્યાંથી મહારાજશ્રી ચાર સાધુઓ સાથે વિહાર કરી કાનેડ પધાર્યા. ત્યાં અન્નજળ લીધાં પછીથી વિચાર આવ્યો કે નવીન શિષ્ય શંકરલાલને કદિ આવું તીણ પીણું પીવાનો પ્રસંગ નહિ આવ્યું હોય અને અહીંઆ તે દીક્ષા લેતાં વેંત જ પીવું પડયું, અને તે પણ આનંદિત થઈ પી ગયે, તેથી એમ લાગે છે કે તે ઉચ્ચભાવનાશાળી થવો જોઈએ. પછી પાછું પરીક્ષા કરવા તેમણે શંકરલાલ મહારાજને પૂછયું કે, “કહે, ધાવણ કેવું લાગે છે? આના પ્રત્યુત્તરમાં તેમણે જણાવ્યું દ્રાક્ષ, બદામ, પિસ્તાં, ચોખા વિગેરેના બેવડાંમણને ધાવણ કહેવામાં આવે છે,