________________ 110 =>આદર્શ મુનિ આનંદ થશે. આના જવાબમાં મહારાજશ્રીએ જણાવ્યું કે ગુરૂદેવની આજ્ઞા લેવી આવશ્યક છે. આથી તપસ્વીજીએ કહ્યું કે હું નયા શહેર (ખ્યાવર)માં તમારી માર્ગ પ્રતીક્ષા કરીશ, માટે તમે આજ્ઞા મેળવી ત્યાં આવી પહોંચજો. આ ગોઠવણ મુજબ તેઓ વિહા રેકરી ઉદયપુર પધાર્યા. ત્યાં પણ વ્યાખ્યાન થવા લાગ્યાં, અને ત્યાં પણ હંમેશના રિવાજ મુજબ સર્વ સંપ્રદાયના લેકે મોટી સંખ્યામાં એકત્ર થવા લાગ્યા. રાજ્યકાર્યભારીઓ પણ આવતા હતા. સુપ્રસિદ્ધ જાગીરદાર તથા ઉદયપુર સ્ટેટના માજી દિવાન કોઠારી બલવન્તસિંહજી પણ વ્યાખ્યાનમાં પ્રેમપૂર્વક ભાગ લેતા. ત્યાં ખૂબ ધર્મવૃદ્ધિ થઈ. રતનલાલજી મહેતા આદિચાર શ્રાવકોએ જીવનપર્યત હંમેશાં ચાર સામાયિક કરવાની મહારાજશ્રી પાસે પ્રતિજ્ઞા કરી, અને આમ કરવાથી પણ ધર્મવૃદ્ધિ થઈ. ત્યારબાદ મહારાજશ્રી ત્યાંથી વિહાર કરી બડેગાંવ પધાર્યા. ત્યાંના ખેડૂતોએ તેમના ઉપદેશથી જીવ હિંસાને ત્યાગ કર્યો. ત્યાંથી પાછા ફરી ઉદયપુર, ભિડર થઈ કાનડ પધાર્યા. કાનડથી ડુંગરે પધાર્યા. ત્યાં પણ કેટલાકએ ત્યાગ કર્યો. એક દિવસ મહારાજ વિરાજ્યા હતા, તે વખતે પ્રતાપમલજી ડગની દુકાને બેઠેલા એક છોકરા તરફ તેમની નજર પડી. તેમણે અનુમાન કર્યું કે તે બાળક સ્વતન્ત્ર અને નિરાશ્રીત હોવો જોઈએ, અને દીક્ષા માટે લાગ શેધે છે. આમ વિચારી તેમણે તે છોકરાને બેલા અને પૂછ્યું કે તું કોણ છે? આના જવાબમાં તેણે જણાવ્યું કે મારું નામ શંકર છે. રજપૂત જાતિનો છું. પહેલાં ધરિયાવદ રહેતા હતા. માતા પિતા ન હોવાથી અને રાજદ્વારી અણબનાવને 48 મિનિટ સુધી સાંસારિક વિચારોને ત્યાગી એકાગ્ર ચિત્તે ઈશ્વરને વંદના કરવી અને સામાયિક કહે છે.