________________ * ~~** ^^^^^^^^^^ 100 > આદર્શ મુનિ. નહિ પણ એમ પણ કહેતા કે લેકેને ઠગવાને ઉપાય રચી રહ્યા છે. ઈત્યાદિ, પરંતુ આ તે ધાર્યા કરતાં ઉલટું જ બન્યું. આ પ્રમાણે સંવત ૧૯૫૮ને ચાતુર્માસ નીમચ શહેરમાં ભારે શાન્તિ તથા આનંદમાં પસાર થયું. આજ સમય દરમ્યાન વિરાગી હકમીચંદજીને પણ પ્રતિકમણાદિ શીખવી દીધા. ત્યાર પછી તેમને દીક્ષા આપવા માટે નીમચ શ્રીસંઘે મહારાજશ્રીને પ્રાર્થના કરી, જેનો તેમણે સ્વીકાર કર્યો. વિરાગી હકમીચંદજીને દક્ષા આપતા પહેલાં ઠાઠમાઠથી વરઘડે કાઢયો. અને પછી દીક્ષા આપવાની વિધિ શરૂ કરી, પરંતુ જગતના સામાન્ય ધારા મુજબ શુભ-કાર્યમાં કંઈક અણધાર્યું વિદન આવી પડે છે, તેવી જ રીતે આ શુભ-કાર્ય પણ નિર્વિદને કેમ સમાપ્ત થાય ? કવિએ ઠીકજ ગાયું છે કે “જાં િવવિનનિ તેમની દીક્ષામાં અટકાયત કરનાર કોઈ કુટુંબી ના આવ્યું, તો સૂબા સાહેબે રાજ્ય તરફથી ફરમાન કાઢી દીક્ષાની મનાઈ કરી. આથી શ્રીસંઘમાં ભારે ખળભળાટ થયા. શ્રીમાન પન્નાલાલજીએ કહ્યું કે સૂબા સાહેબ રજા નહિ આપે તો લશ્કર (ગ્વાલીયર) જઈને આજ્ઞા મેળવી આવીશ. આ નિશ્ચય કરી સ્ટેશન ઉપર ગયા. સૂબા સાહેબ પણ કંઈક કાર્યવશાત્ જતા હતા. તેથી તેમને પન્નાલાલજી સાથે મેળાપ થયે. સૂબા સાહેબે પન્નાલાલ જીને પૂછયું કે આપ કયાં પધારે છે? તેના પ્રત્યુત્તરમાં કહ્યું કે “લશ્કર, દીક્ષાની પરવાનગી મેળવવાને.” આ સાંભળીને સૂબા સાહેબે જાતે જ કહી દીધું કે જાવ, મારે હુકમ છે કે ખુશીની સાથે એ વૈરાગીને દીક્ષા આપે. આ પ્રમાણે પરવાનગી મેળવી પન્નાલાલજી શહેરમાં પાછા ફર્યા. અને સંવત ૧૫૮ના માર્ગશીર્ષ વદ 1 ને શુભ મુહુર્ત હાથી ઉપર આરૂઢ થયેલા હુકમચંદજીને ભારે ધામધુમથી દીક્ષા આપવામાં આવી.