________________ --> આદર્શ મુનિ. ઓછી છે, અને સાદડીમાં અધિક છે. તેથી ત્યાં વ્યાખ્યાનનો સારી જનસંખ્યા લાભ લેશે, અને તેથી જ્ઞાનપ્રચારનો સુંદર રોગ પ્રાપ્ત થશે. આમ વિચારી તેમણે ગુરૂવર પાસે સાદડીમાં ચાતુર્માસ કરવાની આજ્ઞા માગી, અને ગુરૂદેવે તેને રવીકાર કર્યો. વળી તેમની સાથે નવદીક્ષિત હજારીમલજી મહારાજને પણ મોકલ્યા. ત્યાંથી તેઓ બંનેએ સાદડી મેવાડ) તરફ વિહાર કરવાનો વિચાર કર્યો, તેવામાં હજારમલજી મહારાજને પગમાં વારે નીક. તેથી ચાથમલજીએ ગુરૂદેવને કહ્યું કે તેમના પગમાંથી વારે નીકળતો હોય એમ લાગે છે, તેથી માર્ગમાં ચાલવાથી વિશેષ સેજે આવી જશે તો ભારે કષ્ટ થશે. આ સાંભળી ગુરૂજીએ કહ્યું કે એમ છે તો કેઈપણ ઠેકાણે ચાતુર્માસ કરી લે. કેમકે રસ્તામાં ઘણું મોટાં મોટાં શહેરો આવે છે. આ પ્રમાણે વિહાર કરતા કરતા તેઓ મન્દસાર પધાર્યા. મન્દસાર શહેરમાં ક૯૫ હોવાથી બે રાત્રિથી વિશેષ કાઈ શકાય એમ નહોતું. તેથી ખાનપુરામાં નિવાસ કર્યો. જ્યારે શહેરમાં આ સમાચાર પહોંચ્યા ત્યારે ત્યાંના નિવાસીઓ દર્શનાર્થે આવ્યા. અને પ્રસિદ્ધ શ્રાવક શ્રીયુત પન્નાલાલજી કીમતીએ મહારાજશ્રીને શહેરમાં પધારવાની વિનંતિ કરી. ત્યારે તેમણે જણાવ્યું કે બેરાત્રિથી વિશેષ શહેરમાં રેકાઈ શકતો નથી. આ સાંભળી પન્નાલાલજીએ કહ્યું કે કંઇ નહિ. બે રાત્રિ તો બે, પણ આપ શહેરમાં પધારો. આખરે તેમને અત્યાગ્રહ જોઈને તેઓ શહેરમાં પધાર્યા અને ત્યાં બે વ્યાખ્યાન કર્યા. આ વ્યાખ્યાનોનો એવો પ્રભાવ પડયો કે સુપ્રસિદ્ધ શ્રાવક શ્રીયુત પન્નાલાલજી કીમતી તથા તેમનાં ધર્મપત્નિ બંનેએ વ્યાખ્યાન મંડપમાં ઉભા થઈ હંમેશને માટે શીલ–વ્રતને અંગીકાર કર્યો. આ શિવાય બીજા પણ અનેક લોકે ઉપર સારો પ્રભાવ પડ્યો. ત્યાંથી