________________ આદર્શ મુનિ. - મન્દસૈારમાં રંગાયાં હતાં તે સાથે હતાં. તે પાત્રમાંથી એક પાત્ર લઈ તેમણે નદીમાં તરાવી જોયું તેથી ભારે કુતલ ઉત્પન્ન થયું, હીરાલાલજી મહારાજ ત્યાંથી તાલ તથા ઉણેલ થઈને બલિયા (ઈન્દોર સ્ટેટ)માં ગયા, ત્યાં ચૈથમલજી અને તેમનાં માતુશ્રીએ વિચાર કર્યો કે હવે તે સંસારનો ત્યાગ કરવો જોઈએ. આ પ્રમાણે કયાં સુધી ભટકયા કરીશું ? ચોથમલજીને પણ આ વાત ગળે ઉતરી, અને માતાને કહ્યું કે આપણે ઉત્સવ સાથે શું સંબંધ છે? આપણે તો સાધુપણાની ગરજ છે. ઉત્સવથી ખાલી લેક દેખાડો કરવાનો છે, વળી જ્યારે આપણે સંસારથી વિરકત જ થવાનું છે. તે પછી લોક દેખાડો કરવાને ઢાંગ વ્યર્થ છે, વિગેરે. ત્યાર પછી તેમણે માત્ર પોતાને હાથે મેંદી લગાડી પછી તેમના ભાવિ ગુરૂ હીરાલાલજી મહારાજ જ્યારે છાવણી (ઝાલરાપાટન, રાજપૂતાના) તરફ વિહાર કરી ગયા ત્યારે તેમને પણ માતાની સાથે સાથે લેવામાં આવ્યા. માર્ગમાં બલિયાથી થોડે દૂર એક સરિતા આવે છે. જેના એક કિનારાની એક બાજુએ વિશાળ વટવૃક્ષ છે. તેની નીચે જઈને સંવત ૧૯૫૧ના ફાલ્ગન સુદ પને રવિવારે પુષ્ય (પુષ્પક) નક્ષત્રમાં તેમની માતા કેસરબાઈએ તેમને સાધુવેષ ધારણ કરાવ્યું. ત્યાર પછી તેમને હીરાલાલજી મહારાજની સનમુખ રજુ કરી માતાએ વિનંતિ કરી કહ્યું “આપને આ શિષ્યરૂપ ભિક્ષા આપું છું, તેને કૃપા કરીને સ્વીકાર કરો.” મુનિ હીરાલાલજીએ તો શિષ્યની પરીક્ષા કરી જ લીધી હતી, તેથી ભિક્ષાને સ્વીકાર કરી દીક્ષા દીક્ષા લેતા પહેલાં જેને દીક્ષા આપવામાં આવે છે, તેને મેંદી લગાડવામાં આવે છે. અને જેવી રીતે લગ્ન પ્રસંગે ઉત્સવ કરવામાં આવે છે તેવા બીજા ઉસે પણ ઉજવવામાં આવે છે.