________________ >આદ મુનિ વેઠવી પડે નહિ.” ચાથમલજી આ વિચાર સાથે સહમત થયા. માતા આ વખતે તેમનો સસરે જે ધર્મોત્તર હતો ત્યાં તેની પાસે ગઇ ત્યાં જઈને તેને કહ્યું કે આ અમારું સઘળું ઝરજવાહર હું તમને આપું છું, અને અમને દીક્ષા મળે એવી તમે આજ્ઞા લખી આપે. - આ વાતનો પુનમચંદજીએ સ્વીકાર કર્યો. પરંતુ જવેરાત લઈ લીધા પછી આ પ્રમાણેને દગો દીધે–તેણે જે આજ્ઞાપત્ર લખે તેમાં એમ લખ્યું કે મારાં વેવાણ દીક્ષા લે તેમાં મને કઈ જાતને વાંધો નથી. પરંતુ મારા જમાઈને માટે હું આજ્ઞા આપતા નથી. એ પત્રમાં બે જણની સાક્ષી સહીઓ પણ લેવામાં આવી. જ્યારે માતુશ્રીએ આ પત્ર કેઈ બીજે ઠેકાણે જઈ વંચાવ્યો ત્યારે પુનમચંદની નીચતા માટે તેને ભારે અફસોસ થયો. પણ થાય શું? ત્યાંથી ઠાકોર સાહેબ પાસે જઈ બધે વૃત્તાન્ત કહી સંભળાવ્યો અને ત્યાંથી મન્દસૈર પાછી આવી. આવ્યા પછી પિતાના પુત્રને કહ્યું. “બેટા, હવે કંઈધારતી જેવું નથી. હું વહન નિર્વાહ માટે બધા દાગીના તારા સસરાને સોંપી આવી છું. હવે તે એમ નહિ કહી શકે કે મારે કંઈ પ્રબન્ધ ર્યો નહિ. ત્યાર પછી હીરાલાલજી મહારાજ જાવરા પધાર્યા. ત્યારે માતા તથા પુત્ર બને ત્યાં ગયાં. પરંતુ ત્યાં પણ શ્વસુરની આજ્ઞા ન હોવાથી શ્રીસંઘે દીક્ષા આપવામાં વાંધો ઉઠાવ્યા. પછીથી હીરાલાલજી મહારાજ ડિલિયા થઈ તાલ પધાર્યા, તે વખતે રસ્તામાં ચંબલ નદી ઉપર આશરો લીધો. ત્યારે સાથે ચોથમલજી, તથા તેમની માતા અને હજારીમલજી વૈરાગી પણ હતા. સંયમનો સઘળે સામાન પણ સાથે હતો. પાત્ર પણ જે