________________ ^ ^ ^^ ^^^^^^^^^^^^^ ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ આદર્શ મુનિ. 81 આ ઉપર માતા તથા પુત્રને પરસ્પર ચર્ચા થવાથી સંસાર ત્યાગની પ્રતિજ્ઞા દ્રઢ બની ગઈ. ગામમાંનાં બાકી રહેલાં આંબાનાં ઝાડ, જમીન તથા કુવો વેચી નાંખ્યા. કેઈનું મકાન ગિર લીધું હતું તેની પાસેથી રૂપિયા પાછા લઈ મકાન તેને પાછું મેંપી દીધું. માતાએ કહ્યું. “ચાથમલ, તારી મોટી બેનનું લગ્ન કર્યું ત્યારે રૂા. 150 દેઢ પહેરામણીમાં લીધા હતા, તે રૂપીઆ કેઇપણ પ્રકારે પાછા વાળવા જ જોઈએ. આના ઉપર યોગ્ય વિચાર કરી રૂપીઆ પાછા આપવામાં આવ્યા. એક દિવસ ઘરને હજામ વાળ કાપવા આવ્યો, અને કહેવા લાગ્યો, “યજમાન, હવે આપ અહીં નહિ રહે, તેથી મારે એક ઘરાક ઓછું થશે. આપને ઘેરથી મને જે કંઈ મળતું હતું, તે હવે મળશે નહિ” આ સાંભળી માતાએ કહ્યું, “બેટા, આપણા ઘરના હજામને પણ કંઈક આપવું જોઈએ. આ સાંભળીને ચરિત્રનાયકે પિતાના કાનમાંથી સોનાની વાળીઓ કાઢી હજામને આપી દીધી.”