________________ આદર્શ મુનિ. પણ આંખના પલકારામાં સંભવિત બને છે. અસ્તુ. હવે પેલે માણસ તેને ગામની ભાગોળે મૂકીને ચાલ્યો ગયો. ત્યારપછી સતી ગામમાં ગઈ અને ત્યાં જઈ દીક્ષા લીધી. આ પ્રમાણે માતુશ્રીના મુખેથી સતી રંગૂજીનું જીવનવૃત્તાંત સાંભળી આપણા ચરિત્રનાયકના હૃદયમાં પણ વૈરાગ્યવૃત્તિનું સંચાર થયું. જ્યારે તેમની વૃત્તિ વૈરાગ્ય તરફ વિશેષ ઢળેલી માલુમ પડી, ત્યારે એક દિવસ પૂનમચંદ ચરિત્રનાયકના સસરા) તેમની માતાને કહેવા લાગ્યા કે, “હે વૃદ્ધ વેવાણ, તું મારા જમાઈને દીક્ષા અપાવે છે! હું કેણ છું તે તું નથી. જાણતી? મારું નામ પૂનમચંદ છે. જોઉં છું કે મારી હયાતીમાં તેની પાસે કેણ દીક્ષા લેવડાવે છે?” આને પ્રત્યુત્તરમાં માતાએ કહ્યું, “મારા પુત્રને દીક્ષા અપાવનાર હું આ રહી ! વળી મારા પુત્રને દીક્ષા લેવડાવ્યા બાદ તેને પણ પુનમને અમાવાસ્યા ના બનાઉં તો મારું નામ કેસર નહિ.” આવી ઘણી ટપાટપી થઈ આ પ્રમાણે કેટલાક દિવસ વહી ગયા. સસરાને પણ તે ભાગી જશે એવી ઝાઝી શંકા નહતી, કેમકે તે અહીં કેટલાક વખતથી રહેતા હતા, અને વળી કઈ કઈવાર ગામમાં તથા ગામબાહર જઈ પાછા આવતા હતા. એક દિવસ વાહન ભાડે કરી તેઓ ગુપચુપ નીમચ નગર પહોંચી ગયા. ત્યાં આવી એક દિવસ કઈ ગુજરેલાને અગ્નિદાહ દેવા મશાનમાં ગયા. તેમને માટે મૃતદેહને અગ્નિદાહ દેવાતો જેવાને આ પહેલેજ પ્રસંગ હતા. આ ઉપરથી તેમને વિચાર આવ્યો કે એક દિવસ આપણે પણ આ માર્ગના મુસાફર થવું પડશે. આવા અનેક વિચારેને લીધે તેમને સંસાર તરફ વિશેષ વિરકિત થઈ, અને ધીમે ધીમે