________________ v ^ ^^^^^^^^^ G8 > આદશ મુનિ. અને કહેવા લાગ્યા, “સતી. આ ઉંટ ઉપર બેસી જા, અને હું તને જ્યાં તારી મરજી હશે ત્યાં મૂકી આવીશ.” આ શબ્દ સાંભળતાં રંગૂજીને એકાએક વિશ્વાસ બેઠે કે આ ચકકસ મારા કઈ રક્ષક છે, અને તરતજ ઉંટ ઉપર આરૂઢ થઈ ગઈ. નિમિષ માત્રમાં તેને લાગ્યું કે, “હું મારા પીયરમાં આવી પહોંચી છું.' તદ્દન બનવાજોગ છે કે લોકોને આ ઘટના શંકાભરી લાગે. પરંતુ વાસ્તવિક રીતે વિચારીએ તે સાચી પતિવ્રતાઓ માટે કઈ પણ વાત અસંભવિત જેવી નથી. જે રમણીએ પિતાના પતિ સિવાય સ્વને પણ પર-પુરૂષનું ચિન્તવન ન કર્યું હોય, જેણે મન વચન અને કર્મથી જીવનપર્યત પતિસેવામાં પોતાનું જીવન વ્યતીત કર્યું હોય અને જે પિતાનાં સમસ્ત ધર્મ અને કર્મ પતિ ચરણે અર્પણ કરી પિતાને કૃતકૃત્ય સમજતી હોય તેવી દિવ્યાંગનાને માટે આ કંઈ ભારે બાબત નથી. કેમકે સતીત્વમાં અસાધ્યને પણ સાધ્ય કરવાની શકિત રહેલી છે. સતીત્વ એક કઠેર વ્રત, કઠિન તપશ્ચર્યા અને વિકટ સાધના છે. આ સાધનાથી સાધિકાને સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે જબરદસ્ત સંયમ જાળવો પડે છે. સતી પોતાના પતિની હયાતીમાં, તેમનામાંજ ઈશ્વરની સત્તાનો સાક્ષાત્કાર કરી તેની સેવાને જ સઘળા ધર્મોનું તારતમ્ય માને છે; અને તેના મૃત્યુ પછી પિતાના શીલવ્રતનું પાલન કરી પરમાત્મ ચિન્તવનને પોતાનું ધ્યેય માને છે. તે દિવા જેવું સ્પષ્ટ છે કે સતીત્વ એ કંઈ નજીવી અથવા સાધારણ બાબત નથી. એ તો ઘેર તપશ્ચર્યા છે. એ તપશ્ચર્યાના બળથી સતીના અંતરમાં જે અલૌકિક આત્મશકિતની સૃષ્ટિ ઉદ્ભવે છે, તેજ એક ઈશ્વરી શક્તિ છે, કે જેનાથી સંસારના તદ્દન અસંભવિત કાર્યો