________________ > આદર્શ મુનિ. ::::: ************^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ સાથે ગામમાં જતા હતા. તે વખતે માર્ગમાં એક મકાન આવ્યું, જે જોતાં તેમણે માતાને પૂછ્યું કે, “આ કોનું ઘર છે?” આના પ્રત્યુત્તરમાં માતાએ કહ્યું. “બેટા આ મકાન રંગૂજી સતીનું છે. અહીંઆ તેનું સાસરું છે. તે બાલ્યાવસ્થામાં વિધવા થઈ હતી. ત્યારથી પિતાના શીલ તથા ધર્મનું રક્ષણ કરીને અહીંઆ રહેતી હતી. તે રૂપનો ભંડાર હતી. બાલ્યાવસ્થામાં વૈધવ્યનો કારી ઘા પડયે, ત્યારથી જ પિતાનું દુઃખમય જીવન જ્ઞાન સંપાદન કરવામાં તથા ધર્મ ધ્યાન કરવામાં વ્યતીત કરતી હતી. દરરોજ પ્રાત:કાળે ચાર વાગે ઉઠી પ્રભુ-સ્મરણ કરવું, પછી સ્વાધ્યાય કરી સૂર્યોદય પછી સાધુ મુનિઓને સદુપદેશ સાંભળ. ત્યારે પછી દાન કરવું. બપોરે પણ કે ધાર્મિક ગ્રંથને અભ્યાસ કરે અને સાયંકાળે પણ પ્રતિકમણ વિગેરે કરી, ધર્મ સાધના કરવી એજ તેનું ધ્યેય હતું. આ પ્રમાણે સાંસારિક સુખેથી વિમુખ થઈને તે પોતાનું જીવન વૈરાગ્યવૃત્તિમાં વીતાડતી હતી. જેણે તે સૌભાગ્યવતીના સૌભાગ્યસૂર્ય (પતિદેવને અકાળે છીનવી લઈ તેના જીવનને દુઃખમય અને અશાન્તિમય બનાવી દીધું, તે દુર્ભાગ્યની દુઃખદાયક લહરીઓ તે ક્યારનીયે વાઈ ચૂકી હતી. પરંતુ આવી કરૂણાવસ્થામાં તેની સમક્ષ એક ઘણેજ હૃદયદ્રાવક પ્રસંગે ઉપસ્થિત થયે. એજ ગામમાં એક સમયે એક શ્રીમંત સત્તાધારી ક્ષત્રિય રહેતું હતું, જે પોતાની જુવાનીના જેમમાં ભારે કામાન્ધ બની માતેલા આખલાની જેમ ફરતે હતો. તેની આના ઉપર બદદાનત થઈ, અને તેથી એ દુષ્ટ પ્રસંગોપાત તેનું સૌંદર્ય કામાતુર આંખેથી નિહાળ્યા કરતો. રંગુજીનું અનુપમ સૌંદર્ય તથા તેનાં ઘાટીલાં અંગે પાંગની નાજુકતા જોઈ એ દુષ્ટના મનમાં પાપવાસના પ્રગટી ઉઠી. પછી તે પોતાનું કાળું