________________ આદર્શ મુનિ.< C4 છે. અને હવે તેમને વૈરાગ્ય ચિંતવન માટે ખૂબ વખત મળવા લાગ્યો. આ બાજુ જ્યારે તેમણે પિતાનો વેપાર રોજગાર પણ સકેલવા માંડે ત્યારે આ વાત ધીમે ધીમે તેમના સુર ગહે પહોંચી ગઈ, તેથી તેમના સસરા નીમચ આવ્યા, અને ભારે જહેમત ઉઠાવી ખટપટ કરી અમલદારો પાસે તેમને કારાગારમાં પૂરાવ્યા, અને કહેવા લાગ્યા, “જોઉ છું, હવે તમને કોણ છોડાવે છે ?" છ દિવસ અને રાત તે કારાગારમાં રહ્યા. છછું દિવસે તેમના સસરા કારાગમાં આવી કહેવા લાગ્યા, જમાઈજી, કેમ આનંદમાં તો છે ને ? અ! જગ્યા તો બરાબર અનુકુળ છે ને ? જે અનુકુળ ન હોય અને પસંદ ન પડતી હોય તથા સુખચેનથી રહેવા ઈચ્છતા હો તો તમારે એકરાર કરો પડશે કે હું દીક્ષા નહિ લઉં.” આ ઉપરથી તેમણે વિચાર કર્યો કે કારાગારમાં બેઠા બેઠા કશુંજ થઈ શકશે નહિ અને તેની સમક્ષ હું દીક્ષા નહિ લઉં, એ એકરાર કરવામાં નુકશાન પણ શું છે? આ પ્રમાણે વિચાર કરીને તેમણે તેને કહ્યું, “હું દીક્ષા નહિ લઉં,” આથી નિયમાનુસાર તેમની પાસેથી રૂા. 200) (બસોના જામીન તથા એકરારનામું લખાવી લેવામાં આવ્યું. આ મુજબ તેમણે પણ રાજકારભારીઓને કહી પોતાના સસરાના રૂા. 200) (બસો)ના જામીન લખાવી લીધા અને એવી શરત કરાવી કે તે મને કઈ પણ જાતનું કષ્ટ આપે નડુિં. આ થઈ ગયા પછી સસરા એમણે તથા એમની માતાને પણ ધમેર (પ્રતાપગઢ) લઈ ગયા. અહીંથી કોઈ પણ ઠેકાણે ચાલ્યા ન જાય, એ દૃષ્ટિથી તેમના ઉપર ખૂબ જાતે રાખવામાં આવતો. એક દિવસે કોઈ કારણવશાત આપણા ચરિત્રનાયક પિતાનાં માતુશ્રી