________________ Gર >>આદર્શ મુનિ. : પ્રકરણ છછું. - લગ્ન Gescuca આગળ ઉપર અમે દર્શાવી ગયા છીએ કે આપણા = ચરિત્રનાયકને ત્રણ ભગિનીઓ પણ હતી. P. એમાંની બે જે મેટી હતીતેમને લગ્ન બંધનથી જેડી દેવામાં આવી હતી. પરંતુ એક નાની હતી તેને માટે માતાની એવી ઉમેદ હતી કે જે તે હોશિયાર નીવડે તે તેની સાથે પોતે પણ દીક્ષા લઈ બંનેએ સાથ્વી થઈ જવું. પરન્ત " “ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે?” તે મુજબ માતાની ઈચ્છા પૂર્ણ ન થઈ. થડા સમય બાદ તેને દેહાન્ત થયું. ત્યાર પછી આપણા ચરિત્રનાયકના લગ્ન વિષે વિચાર કરતાં, એમ નક્કી કરવામાં આવ્યું કે પ્રતાપગઢ (રાજપૂતાના)વાળા જે સગાઈ કરવા માટેનું અતિશ્ય દબાણ કરી રહ્યા છે, તેનો સ્વીકાર કરે. આ પ્રમાણે વિચાર થતાં જ તેમની સગાઈ પ્રતાપગઢમાં કરવામાં આવી અને લગ્નનું શુભ મુહુર્ત પણ તાત્કાલિક નક્કી કરવામાં આવ્યું. આર્થિક સ્થિતિ જોઈએ તેવી સદ્ધર ન હોવાને કારણે તેમના પિતાએ ખેતીની જમીન તથા ગામની અંદરનાં આમ્બાનાં ઝાડો વેચી નાખ્યાં. વિકમ સંવત ૧૯૫૦માં પ્રતાપગઢ જઈ ચૂતુર્થમલજીનું શુભલગ્ન કરવામાં આવ્યું, અને પિતાની શકિત અનુસાર લગ્નસમારંભ આનંદમગ્ન બની ઉજવ્યો. ત્યાર પછી નવવધૂને પિતાની સાથે લઈ તેઓ નીમચ નગર પાછા આવ્યા.