________________ આદર્શ મુનિ. સંપાદન કર્યું. અને થોડું ઘણું અંગ્રેજી તથા પાંચમાં પુસ્તક પર્યત ઉર્દીને અભ્યાસ કર્યો. અવસ્થા પ્રમાણે તેમને સંગીતને પણ શેખે લાગ્યું. તેમને સ્વર ઘણે મધુર તથા કર્ણપ્રિય હતે. સમય જતાં તેમણે કેટલાક કાવ્યો તથા છુટક કાવ્યો પણ રચ્યાં, જેનો ઉલ્લેખ આગળ ઉપર કરવામાં આવશે. પંદર વર્ષ સુધી તેમણે પ્રાર્થમિક કેળવણી લીધી. બાલ્યાવસ્થાથી જ તેમને પુસ્તકો પ્રત્યે ઝઝે પ્રેમ હતું. તે વખતે નંદરામજી પસારી ( પુસ્તક વેચનાર)ની દુકાન ઉપર બેસી તે પુસ્તક વાંચા કરતા હતા. - આ પ્રમાણે તેમની બાલ્યાવસ્થા ખેલવા-કૂદવામાં, અને તરૂણાવસ્થાને આરંભકાળ વિદ્યાભ્યાસમાં વ્યતીત થયે મનુષ્યજીવનને આ સમય ખરેખર અદ્વિતીય અને આનંદદાયી છે. ઘરની સ્થિતિ ગમે તેવી હોય છતાં, મનુષ્ય સાંસારિક ચિંતાએથી વિમુકત હવાને સબબે જીવનના આ સમયને અત્યંત સુખશાન્તિથી વિતાડે છે. માતાપિતાના સુખદ શિરછત્રની મીઠી છાંયડી, પીઠ થાબડનાર વડીલ બંધુ અને સ્વતંત્ર જીવન; આ બધા સુખ સાધનસંપન્ન આપણુ ચરિત્રનાયક પિતાનું જીવન આનંદમાં વ્યતીત કરતા હતા. પરંતુ તેમના જીવનનું લક્ષ્યબિંદુ જ સાંસારિક સુખ પ્રાપ્તિજ હોત તો આ વિષય ઉપર આ પુસ્તક રચવાનો અવસર ન આવત, અને ન તે તેમનું ચારિત્ર આદર્શ ગણાત, વળી લોકપકારી થવાને બદલે તે અપકારી પણ થયા હતા. પરંતુ જે દિવ્ય પ્રેરણાથી તેમનું લક્ષ્યબિંદુ પલટાઈ ગયું, તે પ્રેરણાદાતા વિધાતાને લાખો ધન્યવાદ હ.