________________ જ્ઞાનીઓ આટલા માટે જ માનવને ન ડુબવાની ચિમકી આપે છે કે, ડુબવાનું સહેલું છે, તરવાનું કઠિન છે. પડવાનું સહેલું છે, ચડવાનું કઠિન છે. તેડવાનું સહેલું, રચવાનું કઠિન. બલવાનું સહેલું, સુધારવાનું કઠિન. ખવાનું સહેલું, કમાવાનું કઠિન. બિમારી સહેલી, તંદુરસ્તી કઠિન. કષા સહેલા, ક્ષમાદિ કઠિન. વિષય-વિલાસ સહેલા, વિષય-ત્યાગ કઠિન. બેલે, આ જનમ સહેલું સહેલું કરવા કરવા માટે છે કે કઠિન કઠિન કરવા માટે? મનુષ્ય જનમની કિંમત સમજાય તે સહેલું સહેલું બંધ કરી કઠિન કઠિન આદરવાનું થાય. કેમકે જીવનભર કઠિન કઠિન આદરવાને અભ્યાસ આ મનુષ્ય જનમમાં જે થઈ શકે, તે બીજા ભવમાં નહિ. તેમ કઠિન કઠિન આદરવામાં કર્મસત્તા તરફથી ઈનામ મેટા. સહેલું સહેલું આદરવામાં કર્મસત્તા તરફથી સજા મેટી.