________________ ગતિના અવતારમાં ન ઊતરી પડત. રેજ વહેલી પ્રભાતે ઊઠીને આ વિચારવા જેવું છે કે હું કેવી સુંદર સદૃગતિમાં આવી ચ છું ! તે હવે પાછો નીચે કેઈ નીચી ગતિમાં ન ચાલે જાઉં, એ સાવધાની રાખું! આ સાવધાનીમાં શું આવે એ વાત અહીં જ્ઞાની બતાવે છે. જ્ઞાની કહે છે એકલા જ્ઞાનના ભરોસે રહેતા નહિ, જીવનમાં ચરણ-કરણ અર્થાત્ ધર્મના આચરણને અમલમાં ઉતારજો. નદીમાં પડી ગયેલાને તરવાના જ્ઞાનમાત્રથી ડુબતાં ન બચાય. એ તે તરવાનું જ્ઞાન અમલમાં મૂકવું પડે. તરવાના જ્ઞાન પ્રમાણે હાથ પગ આત્મહિતના જ્ઞાનમાત્રથી ભવસાગર નથી તરાતે, આત્મહિતની પ્રવૃત્તિ કરીને કરાય. રસોઈ કેમ બને એના જ્ઞાનમાત્રથી ભેજન તૈયાર ન થાય, પરંતુ રઈશાસ્ત્રના જ્ઞાન પ્રમાણે રસેઈની ક્રિયા કરાય તે જ ભજન તૈયાર થાય છે. આ માનવ જનમ આ માટે જ કિંમતી છે કે ભવસમુદ્રમાં ડુબી જવાનું ન થાય એટલા માટે સજ્ઞાન પ્રવૃત્તિથી આત્મહિત સાધી લેવાય.