________________ " આટલા વિસ્તારથી વિચાર્યા પછી જે વૈરાગ્ય સમજાઈ ગયે હશે, તે હવે “ધર્મ પણ સુખનું સાધન અને વૈભવ-વિષયે પણ સુખનું સાધન, ધર્મમાં ય આનંદ અને વૈભવ-વિષયમાં ય આનંદ” એમ માનવાનું મન નહિ થાય, એમ બોલવાનું ય નહિ કરાય. - વૈભવ-વિષય સુખનું સાધન જ નથી. એ તે અનંતા દુઃખનું સાધન છે. વૈભવ-વિષયોમાં આનંદ નથી, પણ વિટંબણું છે. જેમ સ્ત્રીમાં લંપટ માણસને કામી માણસને સ્ત્રીને આનંદ નહિ, પણ એની વિટંબણા છે. એટલે આ વૈભવ-વિષયે જે વિટંબણ રૂપ ઝેર રૂપ સમજાય તે પછી અરિહંતભક્તિ વગેરે ધર્મ કરીને ફળ રૂપે વૈભવ-વિષ માગવાનું ઇચ્છવાનું મન જ ન થાય, ને ભક્તિ વગેરે ધર્મ નિરાશ સ ભાવે નિષ્કામ ભાવે સાધવાનું થાય. (2) રાવણની નિરાશ ભક્તિ સાધના : રાવણ સમકિતી જીવ હતે. અષ્ટાપદજી પર ખૂબ ભાવપૂર્વકની પ્રભુભક્તિ પછી ધરણેન્દ્ર એ ભક્તિ જોઈ પ્રસન્ન થઈ રાવણને ભક્તિના બદલામાં ઈચ્છિત માગી લેવા ઘણું લલચા છતાં રાવણ ન લલચાયે! કેમકે એની ભક્તિની સાધના નિરાશંસ ભાવની હતી એણે તે એક જ કહ્યું