________________ 184 જનમની પુણ્યાનુબંધી પુણ્યની કમાઈ વિચારતા હતા. એના પર એવાં પુણ્ય શી રીતે ઊભા થાય? એનો વિચાર ચાલ્યા એમાં પુણ્યાનુબંધ-શુભ અનુબંધનાં રણું કારણ બતાવ્યા (1) પાપને પ્રબળ સંતાપ. (2) બહુ ગદ્ગદ્ દિલે ધર્મની સાધના. (3) ધર્મસાધનામાં તદ્દન નિરાશસભાવ. આમાં પહેલા કારણ તરીકે પાપને પ્રબળ સંતાપ” વિચાર્યો, હવે બીજું કારણ ગદ્ગદ્ દિલે ધર્મસાધના વિચારીએ. (2) ગદગદ દિલે ધર્મસાધના ધર્મસાધના અહોભાવવાળી થવી જરૂરી છે, તો એનાં ઊંચા ફળ આવે. ઉંચા પુણ્યાનુબંધી પુણ્ય ઉભા થાય, મહારાજા કુમારપાળનાં જીવનમાં કેમ ધર્મની જાહેરજલાલી હતી? પૂર્વ ભવેથી ઉંચા પુણ્યાનુબંધી પુણ્ય લઈ આવેલા માટે અહીં પૂર્વના પુણ્યના ચગે 18 દેશના સમ્રાટપણાની સમૃદ્ધિ મળેલી. એમાં પણ ધર્મ બુદ્ધિ જવલંત હતી, જીવનમાં ધર્મની જાહેજલાલી ક્વલંત ધર્મબુદ્ધિથી આવે છે. જવલંત ધર્મબુદ્ધિ પુણ્યાનુબંધથી મળે છે. પૂર્વ